For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે ગોવાની ગેમ પલટી, ભાજપમાં સામેલ થશે 2 કોંગ્રેસી ધારાસભ્ય

અમિત શાહે ગોવાની ગેમ પલટી, ભાજપમાં સામેલ થશે 2 કોંગ્રેસી MLA

|
Google Oneindia Gujarati News

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત ઠીક નથી ચાલી રહી. તેમના ખરાબ સ્વાસ્થ્યની અસર ગોવાની રાજનીતિમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ સતત એમના રાજીનામાંની માગણી કરી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસને એક ઝાટકો લાગવા જઈ રહ્યો છે. મંગળવારે ગોવા કોંગ્રેસના બે ધારાસભ્ય રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને મળવા તેમના ઘરે પહોંચી ગયા હતા.

કોંગ્રેસની ગેમ બગડી

કોંગ્રેસની ગેમ બગડી

હવે આ બંને ધારાસભ્ય મંગળવારે સાંજે જ ભાજપ જોઈન કરી શકે છે. ધારાસભ્યોનું કહેવું છે કે એમના ઉપરાંત 2-3 અન્ય ધારાસભ્ય પણ ભાજપ જોઈન કરી શકે છે. સ્પષ્ટ છે કે જો કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ જોઈન કરે છે તો ગોવા સરકાર પર મંડરાયેલો ખતરો ટળી શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય દયાનંદ સોપતે અને સુભાષ શરોદકર મંગળવારે જ અમિત શાહને મળવા પહોંચ્યા હતા. બંને ધારાસભ્યો સોમવારે રાત્રે દિલ્હી માટે રવાના થયા હતા. જે સમયે બંને ધારાસભ્યો દિલ્હી માટે રવાના થયા ત્યારે ત્યાંના ગામના હેલ્થ મિનિસ્ટર વિશ્વજીત રાણે પણ હાજર રહ્યા હતા.

ટૂટી ગયો કોંગ્રેસનો ભરોસો

ટૂટી ગયો કોંગ્રેસનો ભરોસો

આ મુલાકાત પહેલા ગોવા કોંગ્રેસના પ્રભારીનું કહેવું હતું કે બંને ધારાસભ્યોએ એમને ભરોસો અપાવ્યો છે કે તેઓ પાર્ટી વિરોધી કોઈ કામ કરશે નહી. પરંતુ હવે ધારાસભ્યોનો આ ફેસલો દર્શાવે છે કે એમણે એમની પાર્ટીનો સાથ છોડવાનું મન બનાવી લીધું છે. ઉલ્લેખનીય છે કે પર્રિકર મધ્ય ફેબ્રુઆરીથી જ બીમાર છે અને ગોવા, મુંબઈ અને અમેરિકા સહિતની વિવિધ હોસ્પિટલોમાં એમનો ઈલાજ થયો છે. 15 સપ્ટેમ્બરથી જ તેઓ એમ્સમાં દાખલ હતા અને હજુ થોડા દિવસો પહેલા એમને ગોવા શિફ્ટ કરવામાં આવ્યા હતા.

સહયોગી પણ સાથ છોડી રહ્યા છે

સહયોગી પણ સાથ છોડી રહ્યા છે

ગોવા ફોર્વર્ડના ઉપાધ્યક્ષ ટ્રાજનો ડિમેલોએ રાજ્યમાં માછલી માફિયાનું ખુલ્લું સમર્થન કરવા માટે ભાજપના નેતૃત્વવાળી સરકાર પર આરોપ લગાવતા પાર્ટીમાંથી રાજીનામું આી દીધું. ડિમેલોએ એમ કહીને રવિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું કે સરકાર માછલી માફિયાઓનું સમર્થન કરી રહી છે, જેઓ માછલીઓને સંરક્ષિત કરવા માટે ફૉર્મલિનનો ઉપયોગ કરે છે.

કેવો છે વિધાનસભાનો હાલ?

કેવો છે વિધાનસભાનો હાલ?

ગોવામાં 40 સભ્યોની વિધાનસભામાં પર્રિકરની આગેવાની વાળી સરકારને 23 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. એમાં ભાજપના 14 ગોવા ફોર્વર્ડ પાર્ટી તથા મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના ત્રણ-ત્રણ ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યો છે. વિપક્ષી કોંગ્રેસ 16 ધારાસભ્યો સાથે વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી છે.

શું શિવરાજ હજી કરશે મધ્યપ્રદેશ પર રાજ કે મળશે વનવાસ, શું કહે છે કુંડળી?શું શિવરાજ હજી કરશે મધ્યપ્રદેશ પર રાજ કે મળશે વનવાસ, શું કહે છે કુંડળી?

English summary
two MLA of Goa Congress will join bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X