કર્ણાટકઃ બેંગુલરુમાં મળ્યા કોરોનાના નવા સ્ટ્રેનના બે દર્દી, સરકારે અપાર્ટમેન્ટને કર્યુ 'shut down'
Bengaluru Apartment Complex Shut Down After 2 UK Virus Cases Detected: ભારતમાં કોરોનાા નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ચૂકી છે. સરકાર તરફથી જાહેર કરાયેલ રિપોર્ટ બાદ યુનાઈટેડ કિંગડમથી ઈન્ડિયા આવેલા 20 મુસાફકોમાં અત્યાર સુધી કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે જેમાં 7 લોકો કર્ણાટકથી છે. આ વિશે માહિતી આપીને કર્ણાટકના આરોગ્ય મંત્રી ડૉ. કે સુધાકરે કહ્યુ છે કે રાજ્યમાં 7 લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ જોવા મળ્યા છે જેમાં 3 બેંગલુરુ અને 4 શિમોગાથી છે. જે લોકો શિમોગામાં પૉઝિટીવ જોવા મળ્યા છે તેમના સંપર્કમાં આવેલા અમુક લોકોને પણ કોરોના થયો છે. બધાને ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે.
કુલ 43 લોકોનો ટેસ્ટ થયો છે પરંતુ કોઈમાં પણ નવો સ્ટ્રેન મળ્યો નથી પરંતુ બેંગલુરુમાં એક અપાર્ટમેન્ટને Shut Down કરી દેવામાં આવ્યુ છે કારણકે આ અપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહેતા મા-દીકરીમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. બંને મા-દીકરી હાલમાં યુકેથી પાછા આવ્યા છે. બંનેને હાલમાં વેક્ટોરિયા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને તેમા સંપર્કમાં આવેલા લોકોનો પણ કોરોના ટેસ્ટ થયો છે. જો કે કોઈમાં પણ નવો સ્ટ્રેન મળ્યો નથી પરંતુ બધાને ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
અપાર્ટમેન્ટને શટ ડાઉન કરવામાં આવ્યુઃ આરોગ્ય મંત્રી
એનડીટીવી સાથે વાત કરતા કર્ણાટકના આરોગ્ય મંત્રીએ માહિતી આપી છે કે મા-દીકરી સંક્રમિત મળ્યા હોવાના કારણે અપાર્ટમેન્ટને શટ ડાઉન કરવામાં આવ્યુ છે પરંતુ તેને સીલ ન કહી શકીએ. જે કંઈ પણ કરવામાં આવ્યુ છે તે સાવચેતી રૂપે કરવામાં આવ્યુ છે. આ વાયરસ ખૂબ જ ખતરનાક છે. આ બીજા અપાર્ટમેન્ટને પ્રભાવિત ના કરે માટે અમે આ પગલુ લીધુ છે.
જીનોમ સીક્વન્સીંગ કરવામાં આવશેઃ આરોગ્ય મંત્રાલય
આરોગ્ય મંત્રાલયે નવા દિશા-નિર્દેશ જારી કર્યા છે. જે મુજબ બધા આંતરરાષ્ટ્રીય મુસાફરો કે જે છેલ્લા 14 દિવસ(9 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર, 2020 સુધી) દરમિયાન ભારત આવ્યા છે જો તેમનામાં કોરોનાના લક્ષણ હોય અને તે પૉઝિટિવ જોવા મળ્યા તો તેમનુ જીનોમ સીક્વન્સીંગ(Genome Sequencing)કરવામાં આવશે.
કેમ બહુ ખતરનાક છે કોરોનાનો નવો સ્ટ્રેન?
કોરોનાના નવા સ્ટ્રેન વિશે હજુ સ્થિતિ બહુ સ્પષ્ટ નથી પરંતુ જે પણ માહિતી અત્યારે સામે આવી છે તે મુજબ નવો સ્ટ્રેન સામાન્ય સ્ટ્રેનની સરખામણીમાં ત્રણ ગણો વધુ સંક્રમક છે. તે એક સાથે ત્રણસો લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે. એવુ અનુમાન છે કે નવો સ્ટ્રેન કોઈ ગંભીર રીતે બિમાર કોરોના દર્દીમાં બન્યો હોઈ શકે છે જેને પ્લાઝ્મા થેરેપી સાથે સાથે રેમડેસિવર દવા આપવામાં આવી રહી હોય. હાલમાં આના પર શોધ ચાલુ છે.
New Year's Eve: નવા વર્ષની ઉજવણી પર પ્રશાસનના પ્રતિબંધો