For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેલ્ફી લેવાના ચક્કરમાં દરિયામાં તણાયા, ગભરાવી નાખે તેવો વીડિયો

ગોવા ફરવા આવેલા ત્રણ મિત્રોને દરિયા કિનારે સેલ્ફી લેવું તે સમયે ઘાતક સાબિત થયું જયારે તેમાંથી એક મિત્ર દરિયામાં તણાઈ ગયો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગોવા ફરવા આવેલા ત્રણ મિત્રોને દરિયા કિનારે સેલ્ફી લેવું તે સમયે ઘાતક સાબિત થયું જયારે તેમાંથી એક મિત્ર દરિયામાં તણાઈ ગયો. આ ઘટના શનિવારે સાંજની જણાવવામાં આવી રહી છે. જયારે ત્રણ મિત્ર દરિયા કિનારે બાઘા બીચ પર સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે જ તેઓ એક મોટી લહેરની ઝાપટમાં આવી ગયા. એક એવી જ ઘટના રવિવારે પણ થયી, જયારે બીજું ગ્રુપ દરિયા કિનારે સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યું હતું ત્યાં પણ એક મોટી લહેર આવી અને એક પર્યટક તેમાં તણાઈ ગયો.

goa

તામિલનાડુ મેંગલુર થી આઠ પર્યટકો ગોવા ફરવા માટે આવ્યા હતા. તેઓ બાઘા બીચ પર ગયા હતા. તેમાંથી ત્રણ લોકોએ બાઘા ખાડી પાર કરીને ચટ્ટાન વિસ્તારમાં પહોંચી ગયા. તેઓ એકબીજાની ફોટો ખેંચી રહ્યા હતા, ત્યારે જ એક મોટી લહેર આવી અને ત્રણેને સાથે વહાવી દીધા. ત્રણમાંથી બે લોકો પાણીથી બહાર આવવામાં સફળ રહ્યા. પરંતુ વેલ્લુરનો રહેવાસી રંગનાથન પાણીમાં ડૂબી ગયો.

ગોવામાં ભારે વરસાદને કારણે લોકોને દરિયા કિનારે નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે. તેઓ છતાં તેમને ચેતવણી ધ્યાનમાં લીધી નહીં અને તેઓ દુર્ઘટનાના શિકાર બન્યા.

ત્યાં જ બીજી ઘટના સવારે સાત વાગ્યે થયી. જયારે તામિલનાડુના પર્યટકોનું ગ્રુપ સિકવેરિયમ ગયા. તેઓ પણ ચટ્ટાન વિસ્તારમાં ફોટો ખેંચી રહ્યા હતા. એક યુવક ફોટો ખેંચી રહ્યો હતો જયારે સામે તરફ ત્રણ લોકો ફોટો ખેંચાવી રહ્યા હતા. ત્યારે જ એક જોરદાર મોટી લહેર આવી અને ફોટો ખેંચી રહેલા યુવકને તાણીને લઇ ગયી.

English summary
Two tamilnadu youth drown in sea while taking selfie in goa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X