For Daily Alerts
દિલ્લી પોલિસ સાથે અથડામણ બાદ બબ્બર ખાલસાના બે આતંકવાદી પકડાયા
નવી દિલ્લીઃ દિલ્લી પોલિસના સ્પેશિયલ સેલે સોમવારે એક અથડામણ બાદ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ(બીકેઆઈ) સંગઠનના બે આતંકીઓની ધરપકડ કરી છે. ઉત્તર-પશ્ચિમી દિલ્લીમાં આતંકીઓ અને દિલ્લી પોલિસના સ્પેશિયલ સેલ વચ્ચે ફાયરિંગ થયુ ત્યારબાદ આ ધરપકડ થઈ છે. જણાવવામાં આવ્યુ છે કે બંને તરફથી ગોળીઓ ચાલી છે.
દિલ્લી પોલિસ સ્પેશિયલ સેલે જણાવ્યુ છે કે ધરપકડ કરાયેલ આતંકીઓના નામ ભૂપેન્દર ઉર્ફે દિલાવર સિંહ અને કુલવંત સિંહ છે. દિલ્લી પોલિસનુ કહેવુ છે કે તેમની પાસે ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. જેમાં બંને પાસે છ પિસ્તોલ અને 40 કારતૂસ પણ છે. પોલિસે આ બંનેને પંજાબમાં પણ વૉન્ટેડ હોવાની વાત કહી છે.
કંગના રનૌતને કેન્દ્ર સરકારે આપી 'Y' કેટેગરીની સુરક્ષા