• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજે અડધી રાત્રે જમ્મુ-કાશ્મીરમાં થશે બે કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉદય, બધું બદલાઈ જશે

|

નવી દિલ્હીઃ ગુરુવારે સવારે દેશ ઊંઘમાંથી ઉઠશે તો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવી ચૂક્યા હશે. આની સાથે જ પ્રદેશમાં શાસન-વ્યવસ્થામાં મોટો બદલાવ જોવા મળશે. લદ્દાખનું પ્રશાસન એક તરફથી સીધું કેન્દ્રીય ગૃહમંત્રાલયના હાથમાં હશે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં લગભગ એવી જ રીતની વ્યવસ્થા વિકસિત થશે જેવી દિલ્હી અથવા પોંડીચેરીમાં ચાલે છે. 31 ઓક્ટોબર એક ખાસ દિવસ પણ છે. આ દિવસે દેશના સાઢા પાંચ સોથી વધુ રાજા-રજવાડાંને એકસૂત્રમાં લાવનાર પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પણ છે. આ દિવસે દેશભરમાં રન ફૉર યૂનિટી અથવા એકતા દોડનું આયોજન થનાર છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાના પહેલા જ દિવસે બંને પ્રદેશોના લોકો જશ્નમાં પણ સામેલ થતા જોવા મળશે. પ્રદેશમાં થનાર બદલાવની અસર ત્યાંના શાસનમાં કામ કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ થશે અને રાજનેતાઓને પણ આની અસર મહેસૂસ થવા લાગશે.

બે લેફ્ટિનેન્ટ ગવર્નરનું શપથગ્રહણ

બે લેફ્ટિનેન્ટ ગવર્નરનું શપથગ્રહણ

ગુરુવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંને જગ્યાએ લેફ્ટિનેન્ટ ગવર્નર શપથ લેશે. જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ લેહમાં સૌથી પહેલાં લદ્દાખના પહેલા લેફ્ટિનેન્ટ ગવર્નર રાધા કૃષ્ણ માથુરને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. જે બાદ તેઓ શ્રીનગર જશે અને અહીં ગિરિશ ચંદ્ર મુર્મૂને જમ્મુ-કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ તરીકે શપથ લેવડાવશે. 1985ની બેંચના આઈપીએસ જીસી મુર્મી કેન્દ્ર સરકારમાં એક્સપેંડિચર સેક્રેટરી રહ્યા છે અને પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે આરકે માથુર પણ પૂર્વ અધિકારી છે. આ ઔપચારિકતાઓની સાથે જ બંને નવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોતપોતાની જરૂરિયાતોના હિસાબે કામકાજ શરૂ થઈ જશે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાનૂન, 2019 મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં એક વિધાનસભાની વ્યવસ્થા છે, જ્યારે લદ્દાખ વિધાનસભા વિનાનું કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે કે લદ્દાખનું પ્રશાસન સીધું કેન્દ્રીય ગૃહમંત્રાલય ઉપરાજ્યપાલના માધ્યમથી સંચાલિત કરશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હોવાના પગલે ત્યાં લગભગ પોંડીચેરી અને દિલ્હીમાં જેવી રીતે સરકાર કામ કરે છે તેવી રીતે જ કામ કરશે.

ઑફિસરો અને કર્મચારીઓનું શું થશે

ઑફિસરો અને કર્મચારીઓનું શું થશે

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાનૂન, 2019 મુજબ જમ્મુ-કાશ્મીર કેડરના આઈપીએસ, આઈએએસ અને અન્ય કેન્દ્ર સરકારના અધિકારી આ બંને પ્રદેશોમાં આગળ પણ પોતાની સેવાઓ આપતા રહેશે. પરંતુ આ સેવાઓ માટે જ્યારે પણ આ સેવાઓ માટે પુનઃસ્થાપિત કરવામાં આવશે ત્યારે તેઓની નિમણૂક એજીએમયૂટી એટલે કે અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ, અને કેન્દ્ર શાસિત પ્રદેશ કેડર માટે થશે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાનૂન, 2019માં કર્મચારીઓને લેફ્ટિનેન્ટ ગવર્નરની મંજૂરીથી જમ્મુ-કાશ્મીર અથવા લદ્દાખમાંથી ગમે ત્યાં તહેનાતી માંગી શકશે તેવો વિકલ્પ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ ગઠિત કરવા પાછળનું કારણ કેન્દ્ર સરકારે બંને વિસ્તારમાં પર્યટનને પ્રોત્સાહન આપવાને અને વિકાસ કરવાનું જણાવ્યું. જેમાં લદ્દાખની જનતા ઘણા સમયથી આ માંગણી કરી રહી હતી.

પૂર્વ મુખ્યમંત્રી પાસેથી સરકારી બંગલો છીનવાશે

પૂર્વ મુખ્યમંત્રી પાસેથી સરકારી બંગલો છીનવાશે

2018માં સુપ્રીમ કોર્ટના એક ફેસલા બાદ તમામ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓએ પોતાના સરકારી બંગલા ખાલી કરવા પડ્યા હતા, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં વિધાનમંડળ સભ્ય પેંશન એક્ટ 1983 પ્રભાવી હોવાથી ત્યાંના સીએમ અત્યાર સુધી સરકારી બંગલામાં જ જામેલ હતા. ગુરુવાર બાદ મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાનો પણ આ અધિકાર છિનવાઈ જશે અને તેમણે પણ સરકારી બંગલા ખાલી કરવા પડશે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ પહેલાજ પોતાના સરકારી બંગલાને પરત કરી ચૂક્યા છે.

રન ફૉર યૂનિટીની તૈયારી

રન ફૉર યૂનિટીની તૈયારી

31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ હોવાથી જ કદાચ મોદી સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશના અસ્તિત્વની આ તારીખ રાખી છે. જાણકારી મુજબ આને ધ્યાનમાં રાખીને જ ગુરુવારે લેહ, શ્રીનગર અને જમ્મુમાં પણ રન ફૉર યૂનિટીની તૈયારી પણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે રાષ્ટ્રીય એકતા દિવસ દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના અવસર પર મનાવવામાં આવે છે.

<strong>જેલમાં જ રહેશે પી ચિદમ્બરમ, કોર્ટે 13 નવેમ્બર સધીની જ્યૂડિશિયલ કસ્ટડી વધારી</strong>જેલમાં જ રહેશે પી ચિદમ્બરમ, કોર્ટે 13 નવેમ્બર સધીની જ્યૂડિશિયલ કસ્ટડી વધારી

English summary
two union territory will rise in jammu and kashmir from midnight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X