યોગી સરકારના બે વર્ષઃ 5 વિવાદ અને કેટલાક આકરા નિર્ણયો
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારને આજે 2 વર્ષ પૂરા થયા છે. આ બે વર્ષમાં રાજ્યમાં ઘણા ઉતાર ચડાવ જોવા મળ્યા છે. જો કે રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની સફળતાઓ ગણાવી અને કહ્યું કે પાછલા 2 વર્ષમાં રાજ્યમાં કોઈ પણ રમખાણો નથી થયા. પહેલા ખેડૂતો પરેશાન હતા, પરંતુ અમારી સરકારે લોન માફ કરી. પરંતુ આ દાવા કેટલા સાચા છે, તે તમે જ તપાસી લો. અમે વાત કરીશું એ 5 વિવાદોની જેણે સીએમ યોગી અને તેમની સરકાર સામે સવાલો ઉભા કર્યા, જેના જવાબો આજે પણ નથી મળ્યા.
ખેડૂતે PM સન્માન નિધિમાંથી મળેલ 2000 રૂપિયા પરત કર્યા, મુખ્યમંત્રી પાસે માંગ્યુ ઈચ્છામૃત્યુ

તાબડતોડ એન્કાઉન્ટર
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે પાછલા 2 વર્ષમાં રાજ્યમાં 3,500થી વધુ અથડામણો થઈ છે, જેમાં 8 હજાર ગુનેગારો પકડાયા છે, 1 હજાર ઘાયલ થયા, 73 ઈજાગ્રસ્ત થયા તો 12 હજાર ગુનેગારોએ આત્મસમર્પણ કર્યું છે. પરંતુ સત્ય એ છે કે એન્કાઉન્ટરને લઈ સરકાર સવાલોના ઘેરામાં છે કારણ કે વિપક્ષ અને અથડામણમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોએ પોલીસ પર બોગસ એન્કાઉન્ટરનો આરોપ લગાવ્યો છે. જ્યારે અલીગઢમાં થયેલા એન્કાઉન્ટરમાં મીડિયાને બોલાવાયું ત્યારે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ યોગી સરકાર અને પોલીસ પર બોગસ એન્કાઉન્ટરનો આરોપ લગાવીને તપાસ કરવા માગ કરી ત્યારે આ વિવાદ વકર્યો

બુલંદ શહેર હિંસા
ઉત્તરપ્રદેશ સહિત આખા દેશમાં આ મુદ્દો લાંબા સમય સુધી ચર્ચાયો. ઘટના એવી હતી કે ગૌહત્યા રોકવા માટે ભડકેલી હિંસાને રોકવા ગયેલા પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહની જ હત્યા કરી દેવાઈ. પોલીસ ચોકી સળગાવી દેવાઈ. આ ઘટનાનો આરોપ બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજ પર હતો. આ ામલે પણ યોગી સરકાર પર સવાલો ઉઠ્યા

એપલના અધિકારીની હત્યા
લખનુણાં થયેલી આ દર્દનાક હત્યા પાછળ શું કારણ હતું તેનો જવાબ આજ સુધી નથી મળ્યો. ઉલ્લેખનીય છે કે લખનઉના પોશ વિસ્તારમાં ગોમતી નગરમાં યુપી પોલીસના કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ એપલના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારીને ગોળી મારી દીધી. જેમાં વિવેકનું મોત નીપજ્યું. આ ઘટનાને લઈને પણ મૃતકના પરિવનારે સતત પોલીસ પર સવાલ ઉઠાવ્યા. તો વિરોધીઓએ યોગી સરકાર પર ગુનેગારોને બચાવવાનો આરોપ લગાવ્યો.

સહારનપુર હિંસા
2017માં યુપીના સહારનપુર જનપદમાં કોમી હિંસા ભડકી. આ ઘટનામાં ડૉ. આંબેડકરની પ્રતિમાનું અપમાન થયા બાદ દલિત અને ક્ષત્રિય સમુદાય વચ્ચે અથડામણ થઈ. બસપા સુપ્રીમો માયાવતી દલિતોની મુલાકાત માટે શબ્બીર પુર પહોંચ્યા ત્યારથી વિવાદે રાજકીય રંગ પકડ્યો. બાદમાં અહીં હિંસા વિકરાળ બની. આ મામલે પણ યોગી સરકાર અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા.

કાસગંજ
યુપીના કાસગંજ જિલ્લામાં ગણતંત્ર દિવસે નીકળેલી ઝંડા યાત્રામાં ગીતો વગાડવા અને નારાબાજી થયા બાદ બે જૂથ વચ્ચે હિંસા ભડકી હતી. આરોપ એવો હતો કે આ યાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોના ગોળીબારમાં એક યુવકનું મોત નીપજ્યું. આ ઘટના પણ યોગી સરકાર સામે સવાલો ઉભા કરી રહી છે. વિરોધીઓ તેને પણ મુદ્દો બનાવવાની કોશિશ કરી હતી.

કેટલાક મોટા અને આકરા નિર્ણયો
સવાલોના ઘેરામાં રહેલી યોગી સરકારે છેલ્લા 2 વર્ષમાં કેટલાક મહત્વના નિર્ણયો પણ લીધા છે. ગુનેગારોના એન્કાઉન્ટ માટે ખુલ્લી છૂટ, ગેરકાયદે બૂચડખાના પર રોક, શહેરોના નામ બદલવાથી લઈને એન્ટી રોમિયો સ્ક્વોડ અને ગાય અંગેના નીતિગત નિર્ણયો સામલે છે. આ જ નિર્ણયોએ યોગી સરકારને સમાચારમાં ચમકાવી.