ઉબેર બળાત્કાર કેસ: ડ્રાઇવર શિવકુમાર દોષીત, 23મીએ સંભળાવાશે સજા

Posted By:
Subscribe to Oneindia News

ગત વર્ષે 5 ડીસેમ્બરના રોજ ઉબેર કેબના ડ્રાઇવર દ્વારા 25 વર્ષીય યુવતી પર બળાત્કાર કરવાના મામલામાં આજે દિલ્હીની એક અદાલતે ફેસલો સંભળાવ્યો છે. આ કેસમાં કોર્ટે કેબ ડ્રાઇવર શિવ કુમાર યાદવને દોષીત ઠેરવ્યો છે. તો સજાનું એલાન 23 ઓક્ટોબરે કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે ગત વર્ષે 5 ડિસેમ્બરના રોજ પિડીત યુવતી ઉબેરમાં બેસીને જ્યારે ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના તેની સાથે ઘટી હતી. પિડીત યુવતી ગુડગાંવમાં એક કંપનીમાં ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવે છે. શિવકુમારે યુવતી સાથે બળાત્કાર કર્યો હતો, આ સંદર્ભમાં યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, પોલીસે શિવકુમારની 7 ડિસેમ્બર 2014ના રોજ મથુરાથી ધરપકડ કરી હતી.

 

આ કેસની આજે સુનાવણી હતી. અંતિમ દલીલમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર અતુલ શ્રીવાસ્તવે અદાલતમાં કહ્યુ હતુ કે રેકોર્ડમાં શિવકુમાર વિરૂદ્ધ તમામ પુરાવા છે. જે તેને દોષીત સાબિત કરે છે. તેમજ બચાવ પક્ષના એક પણ સાક્ષીએ પોલીસ કેસની વિરૂદ્ધમાં કોઇ નિવેદન નથી આપ્યું. આ કેસની સુનાવણી પૂર્ણ થઇ ચૂકી છે. સજાના ફરમાન માટે કોર્ટે 23મી તારીખ નક્કી કરી છે. આવો જાણીએ ઉબેર કેસમાં ક્યારે શું થયુ હતુ.

ઉબેર કેસ
  

ઉબેર કેસ

6 ડિસેમ્બરે પોલીસે આ મામલે કેસ નોધ્યો હતો.

ઉબેર કેસ
  

ઉબેર કેસ

24 ડિસેમ્બરે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઇ.

ઉબેર કેસ
  

ઉબેર કેસ

7 જાન્યુઆરી 2015એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની ટ્રાયલ શરૂ થઇ હતી.

ઉબેર કેસ
  
 

ઉબેર કેસ

13 જાન્યુઆરીએ આરોપી શિવકુમાર યાદવ પર બળાત્કાર, અપહરણ, જાનથી મારી નાખવાની કોશિષ કરવી સહિતની ઘણી ધારાઓ લગાવીને આરોપ નક્કી કરવામાં આવ્યા.

ઉબેર કેસ
  

ઉબેર કેસ

31 જાન્યુઆરીએ પોલીસે પોતાના 28 સાક્ષીઓના નિવેદનો પૂરા કર્યા.

ઉબેર કેસ
  

ઉબેર કેસ

4 માર્ચ 2015ના રોજ આરોપી શિવ કુમાર યાદવના વકીલે ફરી એક વખત 28 સાક્ષીઓના નિવેદનો માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેનો હાઇકોર્ટે સ્વીકાર કરી લીધો હતો.

ઉબેર કેસ
  

ઉબેર કેસ

દિલ્હી પોલીસ અને પિડીતાએ આ નિર્ણયની વિરૂદ્ધમાં સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી અને સુપ્રિમ કોર્ટે નીચલી અદાલતમાં ચાલી રહેલા કેસ પર રોક લગાવી દીધી.

ઉબેર કેસ
  

ઉબેર કેસ

10 સપ્ટેબરે સુપ્રિમ કોર્ટે, દિલ્હી હાઇકોર્ટના ફેસલાને રદ કરતા ટ્રાયલ કોર્ટને જલ્દીમાં જલ્દી આ મામલે સુનાવણી પૂર્ણ કરવાના આદેશ આપ્યા.

ઉબેર કેસ
  

ઉબેર કેસ

7 ઓક્ટોબરે બંને પક્ષની અંતિમ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આજ સુધી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ઉબેર કેસ
  

ઉબેર કેસ

આજે એટલે કે 20 ઓક્ટોબરે કોર્ટે આરોપી શિવકુમારને દોષીત ઠેરવ્યો છે. હવે સજાની સુનાવણી 23મી તારીખે કરવામાં આવશે.

English summary
A Delhi court on Tuesday found Uber cab driver Shiv Kumar Yadav guilty of raping a 25-year-old woman in his taxi on December 5, 2014.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.