For Quick Alerts
For Daily Alerts

ઉદેપુરમાં ભારતીય સેનાએ અંજામ આપ્યો મોટા ફાયર ફાઇટિંગ ઓપરેશનને
રાજસ્થાનના ઉદેપુરમાં 28 માર્ચ 2017ના રોજ બપોર આસપાસના વનમાં આગ ફાટી નીકળી હતી. દાવાનળ લાગતા જ તેની ભયાવહતાને જોઇને ભારતીય સેના અને વાયુ દળની મદદ લેવામાં આવી હતી. આ આગ ઉદેપુરના એકલિંગઢ મિલિટરી કેન્ટોન્મેન્ટના મિલિટરી કેમ્પના દક્ષિણ ભાગમાં લાગી હતી. જો કે આગ જલ્દીથી ફેલાતા ભારતીય વાયુ સેના અને ભારતીય સેના દ્વારા મોટું ફાયર ફાઇટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.
વળી ગાંધીનગરને પણ આ મામલે સતર્ક કરવામાં આવ્યું હતું. અને વાયુ સેનાના બે હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જો કે સદ્દનસીબે આગના કારણે કોઇ જાનહાનિ નહતી થઇ. પણ સેનાએ આખી રાત આ ઓપરેશન ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. અંદાજે 25000 લિટર પાણીના છંટકાવ અને સૈનિકોનો અથાગ મહેનતથી આ આગ અસરકારક રીતે બુઝાવવામાં આવી હતી.
Comments
udaipur army navy news jungle fire operation rajasthan ઉદેપુર લશ્કર નેવી સમાચાર જંગલ આગ ઓપરેશન રાજસ્થાન દાવાનળ
English summary
Udaipur: to control jungle fire Army join hands with Navy. Read here more on this news.