For Quick Alerts
For Daily Alerts
મોદી એક્સપ્રેસ આજે ઉદેપરમાં, સ્થાનીય મુદ્દાઓ પર રહેશે ધ્યાન
જયપુર, 26 ઓક્ટોબર: શુક્રવારે ઝાંસીમાં મોટી રેલીને સંબોધ્યા બાદ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ઉદેપુરમાં મોટી રેલીને સંબોધવા જઇ રહ્યા છે. મોદીને સાંભળવા અત્રે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.
ભાજપી નેતા જી.સી કટારીઆએ પત્રકારોને જણાવ્યું કે આ રેલીમાં ઉદેપુરના આદિવાસી વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યા આવી પહોંચે તેવી શક્યતા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પાર્ટીનો રાજસ્થાન વિધાનસભા માટેનો ચૂંટણી ઢંઢેરો બસ તૈયાર થઇ ગયો છે અને તેને શુક્રવારે પાર્ટીના પ્રદેશ પ્રમુખ વસુંધરા રાજેને સોંપી દેવાયું છે.
કટારિયાએ જણાવ્યું કે આ વખતના મેનિફેસ્ટોમાં 2008ના મેનિફેસ્ટોમાંથી મુખ્ય મુદ્દાઓને નવા એજન્ડાની સાથે આવરી લેવાયા છે. આ ઉપરાંત સમાજના દરેક સેક્ટરમાંથી પ્રસ્તાવોને પણ આમંત્રિત કરાયા છે.
આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે 200 વિધાનસભા બેઠકોના સામાન્ય મુદ્દાઓ અને માંગોને આ મેનિફેસ્ટોમાં આવરી લેવાયા છે. આ રેલી ઉદેપુરના ગાંધી મેદાનમાં યોજાવા જઇ રહી છે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીએ પોતાની ઝાંસી રેલીમાં લોકોને એવું આશ્વાસન આપ્યું હતું કે 'હું તમારી આગળ આંસુ સારવા નથી આવ્યો, હું અહીં તમારા આંસુ લુછવાનો સંકલ્પ કરીને આવ્યો છું.' તેમણે જણાવ્યું હતું કે 'આપે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા ભાજપને માત્ર 60 મહિના આપીને જુઓ અમે દેશની તસવીર અને તકદીર બદલી નાખીશું.'