• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઉદ્ધવે કહ્યું,‘ઇમ્પોર્ટેડ છે સોનિયા ગાંધી, ઇટલી પરત જાય’

|

મુંબઇ, 1 સપ્ટેમ્બરઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ હવે પોતાના પિતા બાળ ઠાકરે જેવી બેબાક વાણી કરવા લાગ્યા છે. આ વખતે તેમણે હુમલો યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પર કર્યો છે. તેમણે કહ્યું કે, તે ‘ઇમ્પોર્ટેડ નેતા' છે, તેમને તેમના દેશ ઇટલી મોકલી દેવા જોઇએ.

નાગપુર પાસે રામટેક મંદિરમાં શિવસૈનિકોની બેઠકને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ પહેલા રામટેકના સાંસદ મુકુલ વાસનિક પર પ્રહાર કર્યા. ક્ષેત્રમાં તમામ ખામીઓ ગણાવ્યા બાદ સીધો સોનિયા ગાંધી પર પ્રહાર કર્યા અને કહ્યું કે, સોનિયા તો ઇમ્પોર્ટેડ નેતા છે, તેમને દેશમાં રહેવાનો અધિકારી નથી. સારું એ જ થશે કે તે અહીંથી જતા રહે. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર નિશાન સાધ્યા.

ઉદ્ધવે કહ્યું કે, પ્રધાનમંત્રીએ આવા સમયે રાજ્યસભામાં ઉભા થઇને પોતાને નબળા દર્શાવવાની જરૂર નથી, હવે સરહદો પર એક તરફથી પાકિસ્તાન અને બીજી તરફથી ચીન ઘુષણખોરી કરી રહ્યું છે. સારું થશે કે જો મનમોહન સિંહ વિપક્ષી દળોના બદલે પાકિસ્તાન કે ચીન પર આક્રમક થાય, જે સતત અમારી ભૂમિ પર કબજો કરવાના ફિરાકમાં છે.

English summary
Shiv Sena chief Uddhav Thackeray attacked Congress chief Sonia Gandhi on Saturday, reportedly calling her an "imported leader" who should be "sent back" to her native Italy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more