ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરે પર કર્યો કટાક્ષઃ હિંદુત્વ સાબિત કરવા મારે ઝંડો બદલવાની જરૂર નથી
મહારાષ્ટ્રના સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરે પર નિશાન સાધ્યુ છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યુ કે શિવસેનાએ હિંદુત્વ સાબિત કરવા માટે પોતાનો ઝંડો બદલવાની જરૂર નથી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે અમે પોતાનો ઝંડો નથી બદલ્યો, આખી દુનિયા જાણે છે કે અમારુ હિંદુત્વ શું છે.

રાજ ઠાકરે પર ઉદ્ધવ ઠાકરેનો કટાક્ષ
વાસ્તવમાં રવિવારે રાજ ઠાકરેએ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને બહાર કાઢવાની માંગ માટે આઝાદ મેદાનમાં એક વિશાળ રેલી કાઢી હતી. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ રેલીને સંબોધિત કરીને ઘૂસણખોરોને ભારત છોડવાની ચેતવણી આપી હતી. ઉદ્ધવ ઠાકરેનુ હિંદુત્વ અંગેનુ નિવેદન રાજ ઠાકરેની આ રેલી બાદ આવ્યુ છે.

મે પોતાનો ઝંડો નથી બદલ્યોઃ ઉદ્ધવ ઠાકરે
સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસ પર પાટીના ધારાસભ્યો અને જિલ્લાધ્યક્ષોની બેઠક બોલાવી હતી જ્યાં તેમણે નાગરિકતા સુધારા કાયદા અંગે એક સવાલના જવાબમાં કહ્યુ, ‘મારે મારુ હિંદુત્વ સાબિત કરવાની જરૂર નથી કારણકે તે દિવંગત બાલાસાહેબનુ હિંદુત્વ છે. મે મારો ઝંડો નથી બદલ્યો, એક વ્યક્તિ, એક ઝંડો... આ નક્કી છે. દુનિયા જાણે છે કે અમારુ હિંદુત્વ શું છે.'

રાજ ઠાકરેએ આઝાદ મેદાનમાં કાઢી હતી મેગા રેલી
શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. ત્યારબાદથી પાર્ટી વિરોધીઓના નિશાના પર રહી છે કે તેણે હિંદુત્વના પોતાના એજન્ડાથી સમજૂતી કરી લીધી છે. રાજ ઠાકરે હવે આને પોતાના માટે એક તક તરીકે જોઈ રહ્યા છે અને તેમનુ ભાજપ સાથે અંતર પણ ઘટ્યુ છે. બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢવાની માંગ માટે આઝાદ મેદાનમાં રાજ ઠાકરેએ રેલીને સંબોધિત કરીને કહ્યુ હતુ, ‘મને સમજમાં નથી આવતુ કે જે મુસ્લિમ લોકો નાગરિકતા સુધારા કાયદા(સીએએ)નો વિરોધ કરી રહ્યા હતા, તે આવુ કેમ કરી રહ્યા હતા. સીએએ એ મુસ્લિમ માટે નથી જે અહીં પેદા થયા હતા. તમે કોને પોતાની તાકાત બતાવી રહ્યા છો?'
આ પણ વાંચોઃ ચૂંટણી પંચે લાલકૃષ્ણ અડવાણીનુ નામ વોટર લિસ્ટમાંથી હટાવ્યુ