For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધન 'મહા વિકાસ અઘાડી'ના નેતા ચૂંટાયા ઉદ્ધવ ઠાકરે

શિવસેના નેતા એકનાથ શિંદેએ ત્રણે પાર્ટીઓની સંયુક્ત બેઠકમાં મહાવિકાસ અઘાડીના નેતા રૂપે ઉદ્ધવ ઠાકરેના નામનો પ્રસ્તાવ કર્યો.

|
Google Oneindia Gujarati News

શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક માટે ત્રણે પાર્ટીઓના નેતા અને ધારાસભ્ય મુંબઈની હોટલ ટ્રાઈડેંટ પહોંચી ચૂક્યા છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ પણ ત્યાં હાજર છે. શિવસેના નેતા એકનાથ શિંદેએ ત્રણે પાર્ટીઓની સંયુક્ત બેઠકમાં મહાવિકાસ અઘાડીના નેતા રૂપે ઉદ્ધવ ઠાકરેના નામનો પ્રસ્તાવ કર્યો.

shivsena

ત્યારબાદ એનસીપી નેતા નવાબ મલિકે સંયુક્ત બેઠકમાં મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેના નામનુ અનુમોદન કર્યુ. વળી, કોંગ્રેસ નેતા નિતિનરાવ રાઉતે સંયુક્ત બેઠકમાં મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેના નામનુ અનુમોદન કર્યુ. વળી, સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી સહિત અન્ય પાર્ટીઓના નેતાઓએ ઉદ્ધવ ઠાકરેના નામનુ અનુમોદન કર્યુ.

નવાબ મલિકે કહ્યુ કે આ મહાવિકાસ અઘાડી માત્ર 5 વર્ષો માટે નહિ પરંતુ આગામી 20-30 વર્ષો માટે છે. અમે શિવાજી મહારાજના આદર્ષો પર આ મહાવિકાસ અઘાડી લઈને આગળ વધીશુ. સૂત્રો મુજબ શિવસેના ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરેનુ શપથગ્રહણ મુંબઈના શિવાજી પાર્કમાં થાય. એવા પણ સમાચાર છે કે શિવસેના આ શપથગ્રહણમાં વિપક્ષના ઘણા નેતાઓને બોલાવી શકે છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદ પરથી આપ્યુ રાજીનામુઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદ પરથી આપ્યુ રાજીનામુ

English summary
Uddhav Thackeray elected leader of Maha Vikas Aghadi, the alliance of Shiv Sena NCP Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X