For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો મોદીની જગ્યાએ ઉદ્ધવ હોત તો પાણીપતના યુદ્ધ જેવી સ્થિતિ થાત!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[અજય મોહન] એમાં કોઇ શક નથી કે નરેન્દ્ર મોદી ભલે વડાપ્રધાન બની ગયા હોય, પરંતુ આજે પણ ભાજપની એક-એક રણનીતિમાં મોદીની મોટી ભૂમિકા હોય છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો આજે જો નરેન્દ્ર મોદીની જગ્યાએ ઉદ્ધવ ઠાકરે હોત, તો આજે ભાજપની સ્થિતિ પાણીપતના યુદ્ધ જેવી હોત, જેમાં મરાઠા તથા તેના સહયોગી રાજાઓને અફધાની ફૌજ સામે આકરી હાર સહન કરવી પડી હતી.

uddhav-thackeray-narendra-modi

શું થયું હતું પાણીપતના યુદ્ધમાં
1761માં થયેલા પાણીપતના યુદ્ધમાં મરાઠા સેના મહારાષ્ટ્રથી દિલ્હી પહોંચી હતી, તો પણ અફધાની રાજા અહમદ શાહ અબ્દાલીને હરાવવા માટે. જંગમાં મરાઠા અને જાટ સેના સાથે હતી, પરંતુ યુદ્ધ શરૂ થતાં પહેલાં મરાઠા સેનાના સદાશિવરાવ ભાઉએ જાટ રાજા સૂરજમલની સામે એ પ્રસ્તાવ રાખ્યો દિધો કે જો જીત પ્રાપ્ત થઇ, તો દિલ્હી પર મરાઠાનું રાજ હશે. જ્યારે સૂરજમલ ઉચ્છતા હતા કે જીત મળતાં દિલ્હી પર જાટ રાજાઓનું રાજ રહે. બંને રાજાઓની જીદના લીધે સંગઠન યુદ્ધ વચ્ચે જ નબળું પડી ગયું અને અંતે મરાઠાઓને આકારી હારનો સામનો કરવો પડ્યો.

હરિયાણા: પ્રથમ વાર બનશે BJPની સરકાર, પરંતુ કેમ હારી કોંગ્રસહરિયાણા: પ્રથમ વાર બનશે BJPની સરકાર, પરંતુ કેમ હારી કોંગ્રસ

મહારાષ્ટ્રની ચૂંટણી
સદાશિવ રાવ મરાઠા રાજા હતા, આજે ઉદ્ધવ ઠાકરે પણ મરાઠા જ છે. હવે જોઇએ 2014ના યુદ્ધમાં ઉદ્ધવ ઠાકરેએ મતદાન પહેલાં જ ડંકો વગાડી દિધો કે જો જીત્યા તો મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. આ કારણે જ ભાજપની સાથે ખટાસ પેદા થઇ, અને તેમને સામનામાં ભાજપ વિરૂદ્ધ જોરદાર પ્રહાર કર્યા.

1761થી વિરૂદ્ધ રહ્યાં 2014ના પરિણામ
1761 અને 2014માં ફર્ક એટલો છે કે સંગઠનમાં જે ભારે હતું, તેને દિલ્હી પર શાસનની જીદ મચાવી, અહીંયા સંગઠનમાં જેનો (શિવસેના).ભાગ ઓછો હતો તેને મહારાષ્ટ્રમાં શાસન કરવાની જીદ કરી.

જો મોદીની જગ્યાએ ઉદ્ધવ હોત
જરા વિચારો જો નરેન્દ્ર મોદીની જગ્યાએ ઉદ્ધવ ઠાકરે હોય તો શું થાત. સ્પષ્ટ છે કે પોતાના મરાઠા હોવાના અભિમાન અને મહારાષ્ટ્ર્માં સત્તાની લાલસામાં ઉદ્ધવ પહેલાં જ એ શરત રાખી દેત કે જીત થશે તો ભાજપનો મુખ્યમંત્રી બનશે. આમ થતાં શિવસેનાનું મનોબળ તૂટવા લાગત અને મહારાષ્ટ્ર મરાઠાઓનો ગઢ છે, જો કે અહીંયા ભાજપને આકરી હારનો સામનો કરવો પડી શકે છે. કારણ કે 1761માં મરાઠા એટલા માટે નબળા પડ્યા હતા, કારણ કે તેમના સહયોગી જાટ, જેમનો ગઢ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં હતો, તે નબળા પડી ગયા હતા.

English summary
What would happened if Narendra Modi replaced by Uddhav Thackeray? This is the question raised as some memories of Third battle of Panipat is repeated in 2014 Maharashtra elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X