For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં રામ મંદિર માટે CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યા 1 કરોડ, કહ્યુ -BJPથી અલગ થયા છે, હિંદુત્વથી નહિ

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારના 100 દિવસ પૂરા થવા પર સીએમ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શનિવારે અયોધ્યાના પ્રવાસે પહોંચ્યા છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારના 100 દિવસ પૂરા થવા પર સીએમ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચ્યા. અયોધ્યા પહોંચ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ મીડિયાને સંબોધિત કરીને કહ્યુ કે તે અહીં રામલલ્લાના આશીર્વાદ લેવા આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે 'તે પોતાના ભગવા પરિવાર સાથે અયોધ્યા આવ્યા છે. મહારાષ્ટ્ર સીએમે કહ્યુ, હું રામ મંદિર નિર્માણ માટે એક કરોડ રૂપિયાની રકમ આપી રહ્યો છુ.'

uddhav thackeray

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તે ભાજપથી અલગ થયા છે, હિંદુત્વથી નહિ. તેમણે કહ્યુ, ભાજપનો અર્થ હિંદુત્વથી નથી, ભાજપનો અર્થ હિંદુત્વ નથી. હિંદુત્વ અલગ છે અને ભાજપ અલગ. ઉદ્ધવે કહ્યુ, 'દોઢ વર્ષમાં આ મારો ત્રીજો અયોધ્યા પ્રવાસ છે. હું અહીં પૂજા પણ કરીશ. હું રાજ્ય સરકાર તરફથી નહિ પરંતુ પોતાની આસ્થાથી રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયાની રકમ આપી રહ્યો છે.'

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે સીએમ યોગીને અપીલ છે કે અમને અયોધ્યામાં થોડી જમીન આપે. અમે અયોધ્યામાં એ જમીન પર મહારાષ્ટ્ર ભવન બનાવીશુ. શિવસેના પ્રમુખ પોતાની પત્ન રશ્મિ ઠાકરે અને દીકરા આદિત્ય ઠાકરે સાથે અયોધ્યા પહોંચ્યા છે. આખા પરિવાર સાથે તે રામલલ્લાના દર્શન કરશે. તે લખનઉના અમૌસી એરપોર્ટ પર વિશેષ વિમાનથી ઉતર્યા બાદ લગભગ 1.15 વાગે રોડ માર્ગે અયોધ્યા પહોંચ્યા.

આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ જમ્મુમાં બે શંકાસ્પદ દર્દી મળ્યા, 31 માર્ચ સુધી શાળાઓ બંધઆ પણ વાંચોઃ કોરોના વાયરસઃ જમ્મુમાં બે શંકાસ્પદ દર્દી મળ્યા, 31 માર્ચ સુધી શાળાઓ બંધ

English summary
uddhav thackeray offers rs one crore for ram temple in ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X