For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર માટે અયોધ્યા આવશે ઉદ્ધવ ઠાકરે, સરકાર પર પ્રહાર

અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે હા કહી ચૂકેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આ મહિને અયોધ્યા મુવમેન્ટની તૈયારીમાં જોડાયેલા છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે હા કહી ચૂકેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આ મહિને અયોધ્યા મુવમેન્ટની તૈયારીમાં જોડાયેલા છે. આ મુદ્દે ઉત્તરપ્રદેશના રાજ્ય ઉપપ્રમુખ મહેશ આહુજાએ શિવસેનાનો પક્ષ રાખ્યો છે. મહેશ આહુજા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે રામ મંદિર અંગે શિવસેના 25 નવેમ્બરે મોટો નિર્ણય લેશે.

આ પણ વાંચો: મોહન ભાગવત સાથે મળ્યા અમિત શાહ, રામ મંદિર પર ઝડપી ચર્ચા

મોદી સરકાર પર પ્રહાર

મોદી સરકાર પર પ્રહાર

તેમને જણાવ્યું કે તેના માટે શિવસેના કાર્યકર્તાઓ 25 નવેમ્બરે અયોધ્યામાં ભેગા થશે. આ દરમિયાન અહીં આયોજિત કાર્યક્રમનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરશે. કેન્દ્ર સરકાર અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે મુદ્દે કોઈ નક્કર પગલાં નથી ભરી રહ્યું. દેશની જનતાની નજર અયોધ્યામાં રામ મંદિર બનાવવા તરફ લાગી છે. દેશની જનતા ઈચ્છે છે કે અયોધ્યામાં જલ્દી ભગવાન રામનું ભવ્ય મંદિર બને.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં 25 નવેમ્બરે અયોધ્યામાં મોટો કાર્યક્રમ

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં 25 નવેમ્બરે અયોધ્યામાં મોટો કાર્યક્રમ

તેમને આગળ જણાવ્યું કે શિવસેનાનો આ મુદ્દે સ્પષ્ટ વિચાર છે. અયોધ્યામાં કોઈ પણ કિંમતે મંદિર બનાવવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં 25 નવેમ્બરે અયોધ્યામાં મોટો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં મંદિર નિર્માણ પર શિવસેના મોટો નિર્ણય લેશે. આ કાર્યક્રમમાં ગાઝિયાબાદ જિલ્લાથી મોટી સંખ્યામાં શિવસેના કાર્યકર્તાઓ અયોધ્યા જશે.

રામ મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકારે નક્કર પગલાં લેવા પડશે

રામ મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકારે નક્કર પગલાં લેવા પડશે

પ્રેસમિટ દરમિયાન પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશ ત્યાગી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નવી દિલ્હીમાં અખિલ ભારતીય સંત સમિતિએ જે જનાદેશ રામ મંદિર બનાવવા માટે કેન્દ્ર સરકારને આપ્યો છે તેને જલ્દી પૂરો કરવો જોઈએ. તેમને કહ્યું કે રામ મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકારે નક્કર પગલાં લેવા પડશે. પ્રેસમિટ દરમિયાન મહાનગર પ્રમુખ વિક્રમ સિંહ બિસ્ટ સહીત બીજા પણ કાર્યકર્તાઓ હાજર હતા.

English summary
Uddhav Thackeray Will Visit Ayodhya After diwali, Says Ahuja
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X