
સાવધાન! આ છે ભારતની નકલી યુનિવર્સિટીઓ
દિલ્હીના ભૂતપૂર્વ કાનૂન મંત્રી જીતેન્દ્ર સિંહ તોમરની નકલી ડિગ્રીના વિવાદ બાદ યુનિવર્સિટી ગ્રાન્ટ્ કમિશન એટલે કે યુજીસી સચેત થઇ ગઇ છે. વધુમાં હાલમાં એડમિશનની લહેર ચાલી રહી છે. ત્યારે યુજીસીએ 21 નકલી યુનિવર્સિટીનું લિસ્ટ જનહિતમાં જાહેર કર્યું છે.
ત્યારે આ લિસ્ટમાં તમારી તો યુનિવર્સિટીનું નામ તો નથી તે તે જરા જાણી લો. કારણ કે હાલમાં શાળાના પરિણામ બહાર આવ્યા બાદ અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીને આગળ વધારવા માટે અનેક યુનિવર્સિટીમાં દાખલો લઇ રહ્યા છે.
ત્યારે તમે કોઇ અજાણી અને તેવી યુનિવર્સિટીની ઝપેટમાં તો નથી ભરાયાને જે તમને નકલી ડિગ્રી આપી તમારી પાસેથી મોટી રકમ લઇ લેવાની હોય. તો સાવધાન રહેવા માટે નીચેનો આર્ટીકલ વાંચો. અને સાથે પોતાના મિત્રો અને પરિવારજનોને પણ આ આર્ટીકલ શેર કરો જેથી તે પણ આવી યુનિવર્સિટીના હાથે ફસાઇ ના જાય.
ભારતભરની નકલી યુનિવર્સિટીનું લીસ્ટ આ મુજબ છે:

દિલ્હી
1.વારાણસેય સંસ્કૃત યુનિવર્સિટી, જગતપુરી
2.કમર્શિયલ યુનિવર્સિટી લિમેટેડ, દરિયાગંજ
3.યુનાઇટેડ નેશંસ યુનિવર્સિટી
4.વોકેશન યુનિવર્સિટી
5.એડીઆર- સેન્ટ્રિક જ્યૂરિડિકલ યુનિવર્સિટી
6.ઇન્ડિયન ઇન્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ

ઉત્તરપ્રદેશ
1. મહિલા ગ્રામ વિદ્યાપીઠ યુનિવર્સિટી, અલ્હાબાદ
2. ગાંધી હિંદી વિદ્યાપીઠ, પ્રયાગ
3.નેશનલ યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રો કોમ્પલેક્સ હોમીઓપેથી, કાનપુર
4. નેતાજી સુભાષચંદ્ર બોઝ યુનિવર્સિટી, અલીગઢ
5. ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી, મથુરા
6. મહારાણા પ્રતાપ શિક્ષા નિકેતન યુનિવર્સિટી, પ્રતાપગઢ
7. ઇન્દ્રપ્રસ્થ શિક્ષા પરિષદ, નોયડા
8. ગુરુકુલ યુનિવર્સિટી, મથુરા

મધ્યપ્રદેશ
1.કેસખાની વિદ્યાપીઠ, જબલપુર

બિહાર
1.મૈથિલી યુનિવર્સિટી, દરભંગા, બિહાર

કર્ણાટક
1. બડાગાનવી સરકાર વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સોસાયટી, બેલગામ

કેરળ
1.સેન્ટ જોન યુનિવર્સિટી, કુષ્ણટ્ટમ, કેરળ

તમિલનાડુ
1.ડીડીબી સંસ્કૃત યુનિવર્સિટી, ત્રિચી