For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાવોઃ 2500 રૂપિયામાં હેક થઈ શકે આધાર સોફ્ટવેર, UIDAIએ ગણાવી અફવા

આધારના ડેટાબેઝની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉઠવા લાગ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આધારના ડેટાબેઝની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉઠવા લાગ્યા છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માત્ર 2500 રૂપિયામાં ડમી આધાર કાર્ડ બનાવી શકાય છે. હફિંગ્ટન પોસ્ટે ત્રણ મહિનાની તપાસ બાદ એક રિપોર્ટમાં કહ્યું કે આધારના ડેટાબેઝમાં એક સોફ્ટવેર પેચ દ્વારા માહિતીની ચોરી કરવામાં આવી છે અને તેના દ્વારા જ સુરક્ષા ફીચર્સને બંધ પણ કરી શકાય છે. એક સોફ્ટવેર દ્વારા દુનિયાના કોઈપણ ખુણે બેઠેલો વ્યક્તિ કોઈપણ નામનું આધાર કાર્ડ બનાવી શકે છે. જ્યારે UIDAIએ આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા.

2500માં હેક થઈ શકે આધાર

2500માં હેક થઈ શકે આધાર

આ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે કોઈપણ વ્યક્તિ 2500 રૂપિયામાં આસાનીથી આ પેચને હાંસલ કરી શકે છે અને તેની મદદથી દુનિયાભરમાં ગમે ત્યાંથી આધાર કાર્ડ બનાવી શકે છે. જણાવી દઈએ કે આધારના ડેટાબેઝમાં એક અબજથી પણ વધુ લોકોની ખાનગી માહિતી છે. આધારનો સોફ્ટવેર હેક થવાના અહેવાલ એવા સમયે આવ્યા જ્યારે સરકાર દેશભરના નાગરિકોની ઓળખ માટે આધાર ફરજીયાત બનાવવાની દિશામાં પગલું ઉઠાવી રહી છે. જે મુજબ મોબાઈલ નંબરથી લઈને બેંક અકાઉન્ટ સુધી આધાર ફરજિયાત રહેશે.

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ અહેવાલ બાદ રાજકારણ તેજ થઈ ગયું છે અને કોંગ્રેસે ટ્વિટ કરી ડેટાબેઝની સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે ટ્વિટમાં કહ્યું કે "આધાર સોફ્ટવેર હેક થવાથી આધાર ડેટાબેઝની સુરક્ષા પર ખતરો મંડરાયો છે, અપેક્ષા છે કે ભવિષ્યના નામાંકને સુરક્ષિત કરવા અને સંદિગ્ધ નામાંકનની પુષ્ટિ કરવા અધિકારીઓ જરૂરી પગલાં ઉઠાવશે."

UIDAIએ ગણાવી અફવા

UIDAIએ ગણાવી અફવા

જ્યારે UIDAI (યૂનિક આઈચેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયા)એ આ અહેવાલોને ફગાવી દીધા છે. UIDAIએ આધારના સોફ્ટવેર હેક થવાના દાવાને બકવાસ ગણાવ્યો છે. UIDAIએ મીડિયામાં ચાલી રહેલા સમાચારોને તથ્યહીન, આધારહીન અને શરારતપૂર્ણ ગણાવ્યા છે અને કહ્યું કે કેટલાક લોકો ફોટી અફવા ફેલાવી રહ્યા છે. આ પણ વાંચો-હાર્દિકના ઉપવાસઃ ગુજરાત સરકારનું અંડરપ્રેશર સાથે ઉપેક્ષાત્મક વલણ ?

English summary
UIDAI dismiss reports of Aadhaar Enrollment Software hacking as baseless
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X