For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉજાલા દ્વારા થાય છે વીજળી બચાવતા ઉત્પાદનોનો પ્રચાર?

ઉજાલા યોજના હેઠળ સરકાર દ્વારા દેશભરમાં અનર્જી એફિશિયન્ટ(વીજળીની બચત કરતા) ઉત્પાદનો સબસિડીના દરે વહેંચવામાં આવે છે.

By Nitin Mehta and Pranav Gupta
|
Google Oneindia Gujarati News

પર્યાવરણની જાળવણી સાથે પર્યાપ્ત વીજ ક્ષમતા કેળવવા માટે ભારતે અનેક મુસીબીતોનો સામનો કર્યો છે. આથી આપણા દેશ માટે વીજળની બચતને પ્રોત્સાહન આપવું અનિવાર્ય છે. આ માટે વીજળીની બચત કરતાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો સલાહભર્યો છે, આ ઉત્પાદનો વીજળીના ઉપયોગમાં ઘટાડો કરે છે, જેથી વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાનું દબાણ પણ ઘટે છે. ઉન્નત જીવન બાય અફોર્ડેબલ એલઇડી એન્ડ એપ્લાયન્સિસ(ઉજાલા-UJALA) હેઠળ સરકાર દેશભરમાં અનર્જી એફિશિયન્ટ(વીજળીની બચત કરતા) ઉત્પાદનો સબસિડીના દરે વહેંચી રહી છે. હાલ, સરકાર આ યોજના હેઠળ એલઇડી બલ્બ, ટ્યૂબલાઇટ અને ફાઇવ સ્ટાર પંખાની વહેંચણી કરી રહી છે.

ujala

ઉજાલાના ફાયદાઓ

સરકાર અનુસાર ઉજાલા યોજનાના ત્રણ મુખ્ય ફાયદાઓ છે. એક તો એ કે, એનર્જી એફિશિયન્ટ પ્રોડક્ટના ઉપયોગથી વીજળીની બચત થશે. એનો ફાયદો ગ્રાહકોને પણ થશે, નાના ગાળાના લાભમાં ગ્રાહકો વીજળીના બિલ પર બચત કરી શકશે અને મોટા ગાળાના લાભમાં દેશમાં વીજળીના વપરાશમાં ઘટાડો થશે.

બીજું કે, દેશમાં અડધા ઉપરની વીજળી કોલસાથી ચાલતા થર્મલ પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં થતાં CO2ના ઉત્સર્જનને કારણે પર્યાવરણ પર તેની વિપરીત અસર પડે છે. જો વીજળીના ઉપયોગમાં ઘટાડો થશે તો CO2ના ઉત્સર્જનમાં ઘટાડો થશે, જેનો ફાયદો પર્યાવરણને થશે.

ત્રીજું, એલઇડી બલ્બ અને ટ્યૂબલાઇટના ઓછા વેચાણનું કારણ હતું તેની વધુ કિંમત. ઉજાલા યોજના હેઠળ હવે એલઇડી બલ્બ અને ટ્યૂબલાઇટના ભાવ ઘટ્યા છે, કારણ કે સરકાર ખૂબ મોટી માત્રમાં તેની ખરીદી કરે છે.

એલઇડી બલ્બ અને ટ્યૂબલાઇટની ખરીદી માટે સરકારે ચૂકવવી પડતી કિંમતમાં 85 ટકાનો ઘટાડો થયો છે. ઉ.દા. ફેબ્રૂઆરી 2015માં સરકારે એક બલ્બના રૂ.310 ચૂકવવા પડતા હતા, જે ઘટીને નવેમ્બર 2016માં રૂ.40 થયા છે. એ જ રીતે, ખૂબ ઓછા સમયગાળામાં એલઇડી બલ્બની રિટેઇલ કિંમતમાં પણ ખાસો ઘટાડો નોંધાયો છે.

બચત લેમ્પ યોજના(BLY)માં સુધારાઓ

આ પહેલાં સરકાર બચત લેમ્પ યોજના હેઠળ લોકોના ઘરે નજીવી કિંમતે CFL લેમ્પની વહેંચણી કરતી હતી. સરકાર સર્ટિફાઇડ એમિશન રાઇટ્સ(CERs)ના વેચાણ દ્વારા CFL લેમ્પનો ખર્ચો વસૂલ કરતી હતી. જો કે, BLY યોજનાની સરખામણીમાં સરકારે ઉજાલા યોજના વધુ મોટા પાયે લાગુ કરી છે.

અત્યાર સુધીમાં કેટલી પ્રગતિ કરી?

સ્થાનિક વિક્રેતા કંપનીઓની મદદ વડે સરકારે અત્યાર સુધીમાં 23.5 કરોડથી પણ વધુ એલઇડી બલ્બની વહેંચણી કરી છે. આને કારણે અત્યાર સુધીમાં રૂ.12,200 કરોડથી પણ વધુ રૂપિયાની બચત થઇ છે. બીજી બાજુ CO2ના ઉત્પાદનમાં પણ 2.4 લાખ ટનનો ઘટાડો નોંધાયો છે.

જો કે, હજુ તમામ રાજ્યોમાં એલઇડી ટ્યૂબલાઇટ અને પંખાની વહેંચણી શરૂ નથી થઇ. વર્તમાન સમયમાં આ યોજના હેઠળ 21 લાખથી વધુ ટ્યૂબલાઇટ અને 8 લાખથી વધુ પંખાની વહેxચણી કરવામાં આવી છે.
આ ફાઇવ સ્ટાર રેડેટ અપ્લાયન્સિસ(એનર્જી એફિશિયન્ટ રેટિંગ-વીજ બચત રેટિંગ) રૂ.1500ની બજાર કિંમત સામે રૂ.1100ની કિંમતે વહેંચાયા છે.

સારાંશ

વીજળી વિભાગે BLY યોજનાની માફક જ ઉજાલા યોજના માટે પણ ઉત્સર્જન ઘટાડવામાં થતા ખર્ચને વસૂલ કરવા માટે ચોક્કસ નીતિ અપનાવવી જોઇએ. CREsના વેચાણથી ગ્રાહકોએ ચૂકવવી પડતી કિંમતમાં પણ ઘટાડો થશે. વળી, સરકારે ઉજાલા યોજના હેઠળની વહેંચણીમાં આ એલઇડી બલ્બ, ટ્યૂબલાઇટ અને પંખા સિવાય અન્ય કોઇ ચીજવસ્તુનો ઉમેરો ન કરવો જોઇએ.

(ઉલ્લેખનીય છે કે આ લેખ લખનાર, નિતિન મહેતા રણનીતિ કન્સલ્ટિંગ એન્ડ રિસર્ચના મેનેજિંગ પાર્ટનર છે. પ્રણવ ગુપ્તા એક સ્વતંત્ર સંશોધક છે)

English summary
India faces a stiff challenge of building an adequate power generation capacity while addressing environment concerns. It becomes imperative for the...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X