For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક પર આ ગેંગ લેતી હતી હત્યાની સુપારી, થઈ ધરપકડ

ફેસબુક પર આ ગેંગ લેતી હતી હત્યાની સુપારી, થઈ ધરપકડ

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પોલીસે એક ગેંગની ધરપકડ કરી છે, જે ફેસબુક પર ફોટો અપલોડ કરી અપરાધનું માર્કેટિંગ કરી રહ્યા હતા, પોલીસે આ ગેંગના મુકેશ ભદાલે સહિત 15 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ગેંગ પાસેથી 9 દેશી-વિદેશી પિસ્ટલ, 10 તલવાર-ચાકૂ, 13 રાઉન્ડ કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસ મુજબ મકાન ખાલી કરાવવાથી લઈને હત્યા સુધીની સુપારી ફેસબુક પર લેતા હતા.

ફેસબુર પર સુપારી લેતા

ફેસબુર પર સુપારી લેતા

એસપી અતુલ સચિનકરે જણાવ્યું કે ઉજ્જૈન અંકપાત માર્ગ પર રહેતા ભૂપેન્દ્ર મીણાએ 4 ઓક્ટોબરે પોલીસને ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક છોકરાઓ એમના ઘરની સામે ગાડીથી આવ્યા અને એમની સાથે ઉભેલા દોસ્ત પર ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરીને 8 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછમાં એક ફેસબૂક ગેંગનો ખુલાસો થયો છે.

ધરપકડ થઈ

ધરપકડ થઈ

એસપી મુજબ આ યુવાનો પૈસા અને નામ કમાવવાની સાથે લોકોમાં ડર પૈસા કરવા માટે ફેસબુક પર એક ગ્રુપ ચલાવી રહ્યા હતા. તેઓ ફેસબુકમાં હથિયારો સાથે પોતાની તસવીરો પોસ્ટ કરતા હતા અને ગુનાની સુપારી લેતા હતા. એમની ફેસબુક પ્રોફાઈલ જોયા બાદ કામ કરાવવા માટે લોકો તેમનો સંપર્ક સાધતા હતા.

15 ઝડપાયા

15 ઝડપાયા

એસપી સચિન અતુલકરે જણાવ્યું, "શુક્રવાર રાતે પોલીસને સૂચના મળી કે ગ્રામ ગોન્સમાં એક ફાર્મ હાઉસ પર કેટલાક બદમાશો ચોરીની યોજના બનાવી રહ્યા છે. જે બાદ ઘેરાબંધી કરી પોલીસે 15 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ આરોપીઓ પાસેથી પોલીસને 6 પિસ્ટલ, 10 ચાકૂ, 3 તલવાર અને કેટલાક કારતૂસ મળ્યા છે. એસપી સચિન અતુલકરે આરોપીઓને પકડનાર ટીમને 10-10 હજારના રોકડ ઈનામની ઘોષણા કરી છે."

કાશ્મીરમાં અલગાવવાદીઓનું બંધ, ભારે સુરક્ષાબળ ગોઠવી દેવામાં આવ્યુંકાશ્મીરમાં અલગાવવાદીઓનું બંધ, ભારે સુરક્ષાબળ ગોઠવી દેવામાં આવ્યું

English summary
Ujjain police arrested in facebook gang.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X