વિજય માલ્યાને ઝટકો, યુકેની કોર્ટની પ્રત્યાર્પણ આદેશ પર રોક લગાવવાની મનાઈ
વિજય માલ્યાની પોતાની ભારત પ્રત્યાર્પણના આદેશ પર રોકની માંગ માટે કરલી અરજીને યુકેની અદાલતે ફગાવી દીધી છે. યુકે હાઈકોર્ટે માલ્યાની એ અરજીને ફગાવી દીધી જેમાં તેણે બ્રિટન સરકારને તેના ભારત પ્રત્યાર્પણના આદેશ પર રોક લગાવવાની માંગ કરી હતી. માલ્યા પાસે હવે પોતાના પ્રત્યાર્પણના આદેશ સામે યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. 63 વર્ષના વિજય માલ્યા પર છેતરપિંડીનું ષડયંત્ર રચવા અને મની લૉન્ડ્રીંગના આરોપોને કારણે બ્રિટિશ ગૃહ કાર્યાલયે તેના ભારત પ્રત્યાર્પણના આદેશ આપ્યા છે.
ભારતની બેંકોના 9,000 કરોડ રૂપિયાની લોન નહિ ચૂકવવાના કેસમાં આરોપી વેપારી વિજય માલ્યા લંડનમાં રહે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પિત કરવાના આદેશ બ્રિટન સરકારે આપ્યા હતા. બ્રિટનના ગૃહમંત્રી સાજિદ જાવિદે માલ્યને ભારત પ્રત્યાર્પિત કરવાનો આદેશ આપ્યો, ત્યારબાદ વિજય માલ્યાએ બ્રિટનની હાઈકોર્ટમાં અરજી કરી બ્રિટનના ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલ પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ કરી હતી.
લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની અદાલતે 10 ડિસેમ્બર, 2018ના રોજ કહ્યુ હતુ કે 63 વર્ષા વેપારી માલ્યાને ભારતીય અદાલતો સમક્ષ જવાબ આપવા પડશે. પ્રત્યાર્પણ સંધિની પ્રક્રિયાઓ હેઠળ ચીફ મેજિસ્ટ્રેટનો નિર્ણય ગૃહમંત્રી જાવિદને મોકલવામાં આવ્યો હતો. જાવિદના કાર્યાલયે ફેબ્રુઆરીમાં બધી બાબતો પર વિચાર કર્યા બાદ માલ્યાના પ્રત્યાર્પણ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ગૃહ કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યુ હતુ કે બધા પ્રાસંગિક બાબતો પર વિચાર કર્યા બાદ ત્રણ ફેબ્રુઆરીના રોજ મંત્રીએ વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પિત કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા.
આ પણ વાંચોઃ કોંગ્રેસનો પલટવાર, ઘોષણાપત્રના કવર પર જ દેખાઈ રહ્યો છે બંને પક્ષનો ફરક