UKથી મેરઠ પહોંચ્યો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન, 2 વર્ષની બાળકી મળી કોરોના સંક્રમિત
Coronavirus New Strain in UP, મેરઠઃ કોરોના વાયરસ (Coronavirus) નો નવો સ્ટ્રેન (Strain) બ્રિટન (United Kingdom) થી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં પહોંચી ગયો છે. વાસ્તવમાં યુકેથી મેરઠ પાછા આવેલા પરિવારની બે વર્ષી બાળકીમાં કોરોના વાયરસ(Coronavirus) ના નવા સ્ટ્રેન (Strain)ની પુષ્ટિ થઈ છે. આની પુષ્ટિ થયા બાદ આરોગ્ય વિભાગ અને પ્રશાસનમાં હોબાળો મચી ગયો છે. સાવચેતી તરીકે આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે જ્યાં એ બાળકી રહે છે.
માહિતી મુજબ મેરઠના ટીપી નગરના સંત વિહાર કોલોનીનો કેસ છે. હાલમાં જ બે વર્ષની બાળકી પોતાના માતાપિતા સાથે યુકેથી પાછી મેરઠ આવી હતી. મેરઠના જિલ્લાધિકારી કે બાલાજીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યુ કે પરિવારના બધા સભ્યોની આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 તપાસ કરવામાં આવી હતી. તપાસમાં બાળકીનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેમના સેમ્પલને તપાસ માટે દિલ્લી લેબ મોકલવામાં આવ્યા હતા. દિલ્લી મોકલવામાં આવેલ સેમ્પલના રિપોર્ટથી આની પુષ્ટિ થઈ છે.
સર્વિલાંસ ઑફિસર ડૉ. પ્રશાંત કુમારે જણાવ્યુ કે બાળકીના માતાપિતા પણ કોરોના સંક્રમિત છે. જો કે તેમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો નથી. આ સાથે જ સંપર્કમાં આવેલ વધુ એક મહિલાનો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે. તેમણે જણાવ્યુ કે વધુ ચાર કોરોના પૉઝિટિવ દર્દીઓના સેમ્પલ દિલ્લી મોકલવામાં આવ્યા હતા. બાળકી ઉપરાંત અન્ય બધાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હવે સંત વિહાર કોલોનીમાં તપાસ કરાવશે.
આખો વિસ્તાર કરાયો સીલ
મેરઠમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યા બાદ આખો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. આ સાથે આરોગ્ય વિભાગ એલર્ટ પર છે અને પ્રશાસન તરફથી કહેવામાં આવ્યુ છે કે ગભરાવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે કોરોનાના નવા સ્ટ્રેનની શરૂઆત બ્રિટનથી થઈ હતી ત્યારબાદ યુરોપના ઘણા દેશોમાં આના કેસ સામે આવી ચૂક્યા છે. માહિતી અનુસાર ડેનમાર્ક, સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, ઑસ્ટ્રેલિયા, ફ્રાંસ, સ્પેન, ઈટલી, સ્વીડન, જર્મની, સિંગાપુર, કેનેડા, જાપાન, લેબનાનમાં કોરોનાનો નવો સ્ટ્રેનને કેસ મળી ચૂક્યા છે. વળી, હવે આમાં ભારતનુ નામ પણ જોડાઈ ગયુ છે.
UKથી પાછી આવેલી મહિલામાં મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન