For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રેસ્ટ ટેક્સ શું છે? જેની મહિલા લિબરેશન પાર્ટી નેતાએ હિજાબ પ્રતિબંધ સાથે કરી તુલના

તમિલનાડુમાં મહિલા લિબરેશનની મહિલા નેતાએ હિજાબ પ્રતિબંધનો વિરોધ કરીને તેની તુલના બ્રેસ્ટ ટેક્સ સાથે કરી દીધી છે. આવો, જાણીએ આ 'મુલક્કરમ' અથવા 'બ્રેસ્ટ ટેક્સ' શું છે?

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ કર્ણાટકના ઉડુપીની એક સરકારી કૉલેજમાં શરુ થયેલ હિજાબ વિવાદની અસર હવે આખા ભારતમાં જોવા મળી રહી છે. આને લઈને જ્યાં રાજકીય સંગઠન અને દેશના લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે ત્યાં આ મુદ્દે પાકિસ્તાન સહિત અમુક અન્ય દેશો આના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વળી, તમિલનાડુમાં મહિલા લિબરેશનની મહિલા નેતાએ હિજાબ પ્રતિબંધનો વિરોધ કરીને તેની તુલના બ્રેસ્ટ ટેક્સ સાથે કરી દીધી છે. આવો, જાણીએ આ 'મુલક્કરમ' અથવા 'બ્રેસ્ટ ટેક્સ' શું છે?

તિરંગો હિજાબ પહેરીને કર્યુ જોરદાર પ્રદર્શન

તિરંગો હિજાબ પહેરીને કર્યુ જોરદાર પ્રદર્શન

તમને જણાવી દઈએ કે કર્ણાટક સરકાર દ્વારા કૉલેજોના ક્લાસરુમમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવાનો વિરોધ તમિલનાડુમાં પણ કરવામાં આવ્યો. અહીં કૉલેજની છાત્રાઓ અને ઘણા સંગઠનોની મહિલાઓએ તિરંગો પહેરીને જોરદાર પ્રદર્શન કર્યુ.

હિજાબ પહેરવાથી રોકવાને બ્રેસ્ટ ટેક્સ સાથે કરી તુલના

હિજાબ પહેરવાથી રોકવાને બ્રેસ્ટ ટેક્સ સાથે કરી તુલના

અન્ય મુસ્લિમ સંગઠનો ઉપરાંત મહિલા લિબરેશન પાર્ટીના નેતા સબરીમાલાએ આ વિરોધમાં ભાગ લઈને કહ્યુ કે હિજાબ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે મહિલા છાત્રાઓ શિક્ષિત ન રહે. આ સાથે જ તેમણે કહ્યુ કે છાત્રાઓને ક્લાસરુમની અંદર હિજાબ પહેરવાથી રોકવી 'મુલક્કરમ' અથવા 'બ્રેસ્ટ ટેક્સ' જેવુ હતુ.

શું છે મુલક્કરમ' અથવા 'બ્રેસ્ટ ટેક્સ'

શું છે મુલક્કરમ' અથવા 'બ્રેસ્ટ ટેક્સ'

મુલક્કરમ' અથવા 'બ્રેસ્ટ ટેક્સ' કોઈ બીજા વિદેશનો નહિ પરંતુ આ ભારતનો એક સમયે મહિલાઓ પર લગાવવામાં આવતો કર હતો. 19મી સદીમાં દક્ષિણ ભારતના કેરળ રાજ્યના ત્રાવણકોરમાં આ કર મહિલાઓ પર લગાવવામાં આવતો હતો.

મહિલાઓને પોતાના સ્તન ઢાંકવા માટે આપવો પડતો હતો કર

મહિલાઓને પોતાના સ્તન ઢાંકવા માટે આપવો પડતો હતો કર

આ બ્રેસ્ટ ટેક્સ ત્રાવણકોર સામ્રાજ્ય દ્વારા નિચલી જાતિની મહિલાઓ પર લગાવવામાં આવેલા કરનુ એક સ્વરુપ હતુ. નિમ્મ સમાજની મહિલાઓને પોતાના સ્તનને ઢાંકવાની પરવાનગી નહોતી. પોતાના સ્તનોને ઢાંકવા માટે તેને બ્રેસ્ટ ટેક્સ આપવો પડતો હતો.

નાંગેલી નામની છોકરીએ વિરોધમાં કાપી દીધા પોતાના સ્તન

નાંગેલી નામની છોકરીએ વિરોધમાં કાપી દીધા પોતાના સ્તન

1924 સુધી આ ટેક્સ લેવામાં આવતો રહ્યો. ત્યારબાદ નાંગેલી નામની એક મહિલાએ આ કરના વિરોધમાં અવાજ ઉઠાવીને તેનો વિરોધ કર્યો. રાજાના મુંશી જ્યારે એ ગામમાં આવીને તેના સ્તનોને ઢાંકવા માટેનો કર માંગ્યો ત્યારે નાંગેલીએ પોતાના સ્તન કાપીને રાજાના મુંશી સામે મૂકી દીધા.

નાંગેલીના બલિદાન બાદ આ કર સમાપ્ત થયો

નાંગેલીના બલિદાન બાદ આ કર સમાપ્ત થયો

નાંગેલીના સ્તન કાપવાથી તેનુ લોહી વહેવા લાગ્યુ અને તેનુ મોત થઈ ગયુ. સ્તન કાપ્યા બાદ મોતના સમાચાર ખૂબ ઝડપથી લોકોમાં ફેલાઈ ગયા અને ઘણો વિરોધ થયો ત્યારબાદ આ ટેક્સ માફ કરી દેવામાં આવ્યો. નાંગેલીએ પોતાનુ બલિદાન આપીને નિમ્ન સમાજની મહિલાઓને આ કરમાંથી મુક્ત કરાવી. ત્યારબાદ આ કરને સમાપ્ત કરવા માટે બલિદાન આપનાર નાંગેલીને વીરાંગના તરીકે સમ્માન આપવામાં આવે છે.

જાણો શું છે હિજાબ વિવાદ

જાણો શું છે હિજાબ વિવાદ

કર્ણાટકના ઉડુપીની એક સરકારી કૉલેજમાં હિજાબ પહેરીને આવેલી 6 છાત્રાઓને ગેટ પર રોકવામાં આવી ત્યારબાદ તેમણે વિરોધ વ્યક્ત કર્યો કારણકે તેમના હિજાબ પહેરીને ક્લાસમાં જવાની ના પાડી દેવામાં આવી હતી. તેમણે આને પોતાનો બંધારણીય અધિકાર ગણાવીને કહ્યુ કે તેમને આને પહેરવાથી કોઈ રોકી નહિ શકે. વળી, અમુક છાત્રાઓ કોર્ટમાં ગઈ. કૉલેજોમાં હિજાબ વિરુદ્ધ ભગવાન શરુ થઈ ગયુ અને થોડાક દિવસોમાં આને લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન શરુ થઈ ગયુ. હાલમાં આ મામલો કર્ણાટક હાઈકોર્ટ સુનાવણી કરી રહી છે.

English summary
'Ulakkaram' or 'breast tax', which has been mentioned by the Women's Liberation Party leader during Hijab controversy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X