• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ulkapind Video: રાજસ્થાનમાં પડ્યો ઉલ્કાપીંડ, ખગોળીય ઘટના જોવા લોકો ઉમટી પડ્યા

|

જાલોરઃ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર કસ્બામાં 19 જૂન 2020ના રોજ ખગોળીય ઘટના બની છે. સવારે સાંચૌરમાં એક કોલેજના કેમ્પસમાં આકાશમાંથી ઉલ્કાપિંડ પડ્યો છે, જે જોવા માટે સેંકડો લોકો ઉમટી પડ્યા છે. સાથે જ ઉલ્કાપિંડનું અધ્યયન કરવા માટે જોધપુરથી વૈજ્ઞાનિકોની ટીમ પણ સાંચૌર આવી પહોંચી છે.

Ulkapind Video : राजस्थान के सांचौर में आसमान से गिरा उल्कापिंड, खगोलीय घटना देखने उमड़े लोग
સાંચૌરમાં ગાયત્રી કોલેજ પાસે ઉલ્કાપિંડ પડ્યો

સાંચૌરમાં ગાયત્રી કોલેજ પાસે ઉલ્કાપિંડ પડ્યો

મીડિયા સાથેની વાતચીતમાં સાંચૌર પોલીસ સ્ટેશનના અધિકારી અરવિંદ કુમારે જણાવ્યું કે શુક્રવારે સવારે સાત વાગ્યે સૂચના મળી હતી કે કસ્બામાં ગાયત્રી કોલેજની આસપાસ તેજ અવાજ સાથે કોઇ ચમકીલો પથ્થર પડ્યો છે. ઘટના સ્થળે પહોંચીને પોલીસે જોયું તો ત્યાં જમીનમાં પાંચ ફીટ ઉંડા ખાડામાં એક કાળા રંગના ધાતુ જેવો ટુકડો ફસાયેલો મળ્યો છે.

ઉલ્કાપિંડનો વજન 2.78 કિલો

ઉલ્કાપિંડનો વજન 2.78 કિલો

એ ધાતૂના ટુકડાને ઉલ્કાપિંડ માનવામાં આવી રહ્યો છે. તે ઘણો ગરમ હતો. પોલીસે તેને ઠંડો થયા બાદ ત્યાંથી કાઢી એત ડાકમાં કાલી દીધો અને વિશેષજ્ઞોને તેની જામકારી આપી. 2.78 કિલોનો આ પથ્થર પડવાથી જમીનમાં ચારથી પાંચ ફીટ ઉંડો ખાડો થઇ ગયો છે. આકાશથી ઉલ્કાપિંડ પડવાની સૂચના આખા સાંચૌરમાં આગની જેમ ફેલાઇ ગઇ અને તેને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે.

આકાશમાં રોશની થઇ, તેજ ધમાકો થયો

આકાશમાં રોશની થઇ, તેજ ધમાકો થયો

પ્રત્યક્ષદર્શી અજમલ દેવાસી અને ઘટનાસ્થળે આસપાસના અન્ય લોકોનું કહેવું છે કે સવારે સાત વાગ્યે આકાશમાંથી અચાનક આકાશમાંથી તેજ અવાજ આવતો જોવા મળ્યો અને જ્યારે તે નીચે પડ્યો તો તેજ ધમાકો થયો. જેના પર લોકો તરત ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસને સૂચના આપી. આ ઘટના મારા ઘરથી સો મીટર દૂર ખાલી જગ્યામાં થઇ.

બે કિમી સુધી અવાજ સંભળાયો

બે કિમી સુધી અવાજ સંભળાયો

રાજસ્થાનના જાલૌર જિલ્લાના સાંચૌર કસ્બામાં શુક્રવારે સવારે છ વાગ્યે આકાશમાંથી ખાબકેલ ધાતુના ટુકડા પડવાનો અવાજ એટલો તેજીથી થયો કે આસપાસના 2 કિમી ક્ષેત્રમાં સંભળાયો. નજરે જોનારાઓ મુજબ જે ગતિથી ઉલ્કાપિંડ જમીન પર પડ્યો તેનો અવાજ હેલિકોપ્ટર કે પ્લેનના પડવા જેવો હતો. અવાજ સંભળાયા બાદ લોકો જોવા માટે દોડી આવ્યા હતા.

ઘટનાસ્થળ સીલ

ઘટનાસ્થળ સીલ

ખગોળીય ઘટનાની સૂચના મળતાં સાંચૌર પોલીસ અને ઉપખંડ અધિકારી ભૂપેન્દ્ર યાદવ ઘટના સ્થળે પહોંચ્યા. હાલ ઉલ્કાપિંડને ત્યાંથી હટાવી સુરક્ષિત જગ્યાએ રાખી દીધો છે અને ઘટનાસ્થળે સીલ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય લોકોને તે જગ્યાએ જવા દેવાની ના પાડી છે. પોલીસનું કહેવું છે કે વિશેષજ્ઞોની તપાસ બાદ જ ઘટનાસ્થળે લોકોની અવરજવર થઇ શકશે.

વિશેષજ્ઞોની ટીમ તપાસ કરશે

વિશેષજ્ઞોની ટીમ તપાસ કરશે

આઇબી ઈન્સપેક્ટર મંગલ સિંહ મુજબ સાંચૌર શહેરના ગાયત્રી કોલેજ પાસે આકાશમાંથી તેજ અવાજ સાથે ધાતુ પડવાની સૂચના મળી. જેને જોતા સ્થાનિક પોલીસ પ્રશાસન અને ઉપખંડ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમણે જાણકારી આપી કે આકાશથી પડેલી ધાતુને ઉલ્કાપિંડ ટાઇપનું હોવાનું જણાવવામા આવી રહ્યું છે. તપાસ બાદ જ વાસ્તવિકતા સામે આવી શકશે. પોલીસે ઉલ્કાપિંડને કબ્જામાં લઇ તેમની સૂચના જિલ્લા કલેક્ટર અને પોલીસ અધીક્ષકને પણ આપી છે.

વિજ્ઞાનનો તર્ક

વિજ્ઞાનનો તર્ક

જણાવી દઇએ કે આકાશમાં ક્યારેક ક્યારેક એક તરફથી બીજી તરફ જતા અથવા પૃથ્વી પર પડતા જે ઉલ્કાપિંડ જોવા મળે છે તેમને ઉલ્કા અને સાધારણ બોલચાલમાં ટૂટતા તારા કહેવાય ચે. ઉલ્કાઓનો જે અંશ વાયુમંડળમાં સળગવાથી બચીને પૃથ્વી સુધી પહોંચે છે તેને ઉલ્કાપિંડ કહેવાય છે.

પૃથ્વી પર પડતા ઉલ્કાપિંડની સંખ્યા બહુ ઓછી

પૃથ્વી પર પડતા ઉલ્કાપિંડની સંખ્યા બહુ ઓછી

હંમેશા રાતે અગણીત ઉલ્કાઓ જોવા મળે છે, પરંુ તેમાંથી પૃથ્વી પર પડતા પિંડોની સંખ્યા બહુ ઓછી હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઉલ્કાપિંડ બહુ મહત્વપૂર્ણ હોય છે. કેમ કે એક તો આ બહુ દુર્લભ હોય ચે, બીજા આકાશમાં વિવિધ ગ્રહોના સંગઠન અને સંરચનાના જ્ઞાનની પ્રત્યક્ષ સ્રોત માત્ર પણ હોય છે.

Gujarat Rajya Sabha Election: બીટીપીના ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ ઠેંગો બતાવ્યો, કરી આ માંગ

English summary
Ulkapind Video: Meteorite falls in Rajasthan, hundreds of people gathered to see
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more