For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM પદ માટે માત્ર ભીડ ભેગી કરવાની ક્ષમતા પૂરતી નથી : ઉમા ભારતી

|
Google Oneindia Gujarati News

uma bharti
નવી દિલ્હી, 16 મે : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપા તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાના સંબંધમાં લગાવવામાં આવી રહેલી અટકળો વચ્ચે પાર્ટીની વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ કહ્યું કે માત્ર ભીડ ભેગી કરવાની ક્ષમતા પ્રધાનમંત્રી પદની યોગ્યતા માટે પૂરતી નથી.

ભાજપા ઉપાધ્યક્ષ ઉમા ભારતીએ કહ્યું કે લાલ કૃષ્ણ આડવાણી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇની જેમ પાર્ટીના પ્રમુખ નેતા છે. જોકે તેમણે એ સવાલનો કોઇ જવાબ ના આપ્યો કે તેમણે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવું જોઇએ કે નહીં?

એક ઇન્ટર્વ્યૂમાં ઉમાએ જણાવ્યું કે 'ભાજપા માટે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કોણ હશે એ ઘણાબધા લોકોને મળીને નક્કી કરવાનું છે, ઘણા લોકોને લાગે છે કે એક ઉમેદવાર હોવો જોઇએ. અટલ બિહારી વાજપેઇ અને લાલ કૃષ્ણ આડવાણી એવા નેતા છે જેમનું એટલું યોગદાન છે કે કોઇ પદ પર રહે કે ના રહે તે કોઇ મહત્વનું નથી, આડવાણી એક સંત છે.'

મોદીના લોકપ્રિય હોવાના કારણે તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાને લઇને પાર્ટીની અંદર ઉઠી રહેલી માંગ અંગે પૂછાતા ઉમા ભારતીએ કોઇ જવાબ આપ્યો નહીં. તેમણે જણાવ્યું કે 'માત્ર ભીડ ભેગી કરવાની ક્ષમતા જ પૂરતી નથી, ભાજપામાં ઘણા એવા નેતા છે જે મોટી ભીડ ભેગી કરવા માટે સક્ષમ છે. મોદી તેમાંથી એક છે, આડવાણી તથા સુષમા સ્વરાજનો પણ તેમાં સમાવેશ થાય છે. હું પણ ભીડ ભેગી કરી શકુ છું.' એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ચૂંટતા પહેલા રાજગ, અને સામાન્ય લોકો અને ભાજપા કાર્યકર્તાઓના સૂચન પણ લેવા પડે.

રાજગ સહયોગી જદયૂ દ્વારા પ્રધાનમંત્રી પદના ઉમેદવારના ધર્મનિરપેક્ષ હોવાની માંગ પર ઉમા ભારતીએ કહ્યું કે તેમને એવું કહેવાનો અધિકાર છે. પરંતુ અમે ધર્મનિરપેક્ષ છે. નીતિશ કુમાર પણ ધર્મનિરપેક્ષ છે.

English summary
Crowd pulling ability not enough to qualify for PM's post: Uma Bharti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X