For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય મંદ્રી ઉમા ભારતીએ કહ્યું- ગંગાની સફાઈ બાદ બીજી નદીઓ પણ કહેશે #MeToo

કેન્દ્રીય મંદ્રી ઉમા ભારતીએ કહ્યું- ગંગાની સફાઈ બાદ બીજી નદીઓ પણ કહેશે #MeToo

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્રી ઉમા ભારતીએ મોટું નિવેદન આપતા કહ્યું કે ગંગા અને યમુનાની સફાઈનું કામ પૂરું થયા બાદ દેશ- દુનિયાની બીજી નદીઓ પણ #MeTooનું આહ્વાન કરશે. એમણે કહ્યું કે નદિઓ અને મહિલાઓને આગળ વધવામાં કોઈ રૂકાવટ ન હોવી જોઈએ. ઉમા ભારતીએ #MeToo કેમ્પેઈનનો ઉલ્લેખ કરતાં નદીઓને આની સાથે જોડીને આ ટિપ્પણી કરી હતી. જણાવી દઈએ કે #MeToo કેમ્પેઈન યૌન શોષણ અને યૌન હિંસા વિરુદ્ધનું એક અભિયાન છે જે સોશિયલ મીડિયા પર ફેલાયું છે. જે અંતર્ગત દેશમાં વિવિધ પ્રોફેશનની કેટલીય હસ્તીઓના નામ આ મામલે સામે આવ્યાં છે, જે બાદથી હંગામો મચ્યો છે.

uma bharti

ગંગા નદી માટે ન્યૂનતમ પર્યાવરણીય પ્રવાહ પર સરકારી અધિસૂચનાનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું કે જ્યાં સુધી દુનિયાના સૌથી મોટા જળ સ્રોતમાંથી કોઈ એકની સમસ્યાને સમજી ન શકાય, ત્યાં સુધી એની સમસ્યાઓનો હલ નથી કરી શકાતો. એમણે કહ્યું કે નદીઓને બચાવવા માટે દેશમાં આ એક મહત્વની ઘટના છે. જે ગંગા અને યમુનાથી શરૂ થશે અને અપેક્ષાકૃત દેશ અને દુનિયાની બીજી નદીઓ પણ #MeToo આહ્વાન કરશે એટલે કે કહેશે કે મારે માટે પણ આંદોલન શરૂ કરો.

ઉમા ભારતીએ કહ્યું કે નિતિન ગડકરીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે અને તમામ નદીઓ #MeToo કહેવું શરૂ કરી દેશે. અમે પણ આવું જ ઈચ્છીએ છીએ. નદીએ અને મહિલાઓને આગળ વધવામાં કોઈ રૂકાવટ ન હોવી જોઈએ, આજે આ પ્રતિજ્ઞા લેવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન નિતિન ગડકરી પણ હાજર હતા.

આ પણ વાંચો- રેપ આરોપો પર ભડક્યા આલોકનાથ, માનહાનિનો કેસ કરશે

English summary
Uma Bharti says After Ganga clean up, rivers will also start calling for ‘Me too’.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X