For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉમા ભારતીનુ વિચિત્ર નિવેદનઃ શ્વાસના ઉતાર ચડાવ જેવી છે મંદી, આવી છે તો જલ્દી જતી પણ રહેશે

દેશમાં આર્થિક મંદી માટે ચર્ચા છેડાયેલી છે. ઉમા ભારતીએ કહ્યુ કે આ એક ફેઝ છે જે જલ્દી જતો રહેશે. તેમણે આની તુલના શ્વાસ સાથે કરી દીધી.

|
Google Oneindia Gujarati News

દેશમાં આર્થિક મંદી માટે ચર્ચા છેડાયેલી છે. પહેલા ત્રિમાસિકમાં જીડીપમાં આવેલા ભારે ઘટાડા બાદથી વિપક્ષી દળો સતત મોદી સરકારની આર્થિક નીતિની ટીકા કરી રહ્યા છે. વળી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ઉમા ભારતીનુ કંઈક બીજુ જ કહેવુ છે. ઉમા ભારતીએ કહ્યુ કે આ એક ફેઝ છે જે જલ્દી જતો રહેશે. તેમણે આની તુલના શ્વાસ સાથે કરી દીધી.

ઉમા ભારતીએ મંદીની તુલના શ્વાસ સાથે કરી

ઉમા ભારતીએ મંદીની તુલના શ્વાસ સાથે કરી

ઉમા ભારતીએ કહ્યુ કે વ્યક્તિ શ્વાસને અંદર-બહાર કરતો રહે છે પરંતુ શરીર પોતાનુ કામ સુચારુ રીતે કરે છે. તેમણે કહ્યુ કે જ્યારે ઐતિહાસિ નિર્ણય થાય છે તો અમુક લોકોને નડે છે અને તે ભટકાવવા માટે મંદી જેવા આરોપો લગાવે છે. ઉમા ભારતીએ કહ્યુ કે મોદી સરકારના સાહસને નકારવા માટે અમુક લોકો મંદી-મંદીનો શોર કરી રહ્યા છે.

ઐતિહાસિક નિર્ણયો અમુક લોકોને નડે છેઃ ઉમા ભારતી

ઐતિહાસિક નિર્ણયો અમુક લોકોને નડે છેઃ ઉમા ભારતી

ભાજપ નેતાએ કહ્યુ કે મંદીના દાવા કરનારામાંથી અમુક લોકો જેલમાં જતા રહ્યા જેમ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ અને અમુક લોકોએ પોતાને જ જેલ જેવા માહોલમાં બંધ કરી દીધા છે. તે જમીની હકીકતથી દૂર છે. ગુરુવારે દહેરાદૂનમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના લાભ વિશે લોકોને જાગૃત કરવા માટે દેશવ્યાપી અભિયાન વિશે આયોજિત ભાજપના એક કાર્યક્રમમાં ઉમા ભારતીએ કહ્યુ, ‘મંદી તો શ્વાસના આરોહ અને અવરોહની જેમ છે. શ્વાસ નીચે જાય છે, ઉપર જાય છે પરંતુ શરીરનુ કામ ચાલી રહ્યુ હોય છે. તેનુ ફંક્શન ચાલી રહ્યુ હોય છે. મને કોઈ મંદી નથી દેખાતી.'

આ પણ વાંચોઃ ‘ઝારા' મહેલમાં બર્થ-ડે મનાવશે કરીના કપૂર ખાન, જુઓ પટૌડી પેલેસના ફોટાઆ પણ વાંચોઃ ‘ઝારા' મહેલમાં બર્થ-ડે મનાવશે કરીના કપૂર ખાન, જુઓ પટૌડી પેલેસના ફોટા

કોઈ મંદી નથીઃ ઉમા ભારતી

કોઈ મંદી નથીઃ ઉમા ભારતી

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે આર્થિક વિકાસનુ આકલન કરવા માટે ઘણી રીતે હોઈ શકે છે પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે બધા લોકો કોઈ ભેદભાવ વિના રોજગાર અને જીવિકા મેળવી રહ્યા છે પરંતુ ટીકા કરનારાને એ નહી દેખાય. ઉમા ભારતીએ કહ્યુ કે હિંદુ અને હિંદુત્વ ક્યારેય આક્રમક ન હોઈ શકે પરંતુ રાષ્ટ્રવાદમાં આક્રમકતા એક જરૂરિયાત છે. તેમણે કહ્યુ કે અમે આક્રમક રાષ્ટ્રવાદની પૂજા કરી શકીએ છે પરંતુ આક્રમક હિંદુત્વની નહી.

English summary
uma bharti says- noise of recession is the frustration of opponents
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X