• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જમ્મુ-કાશ્મીર પર મધ્યસ્થતાને લઈ UNએ પાકિસ્તાનને ઝાટકો આપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને ફરી એકવાર તગડો ઝાટકો લાગ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની તેમની અપીલને ફગાવતાં સ્પષ્ટ કહી દીધું કે આ મુદ્દે તેઓ પોતાનું સ્ટેન્ડ યથાવત રાખશે અને બંને દેશોને આંતરિક વાતચીત દ્વારા જ આ મુદ્દો ઉકેલવાનો રહેશે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસના પ્રવક્તાએ જી7 દરમિયાન ગુતારેસના પીએમ નરેન્દ્ર મોદી સાથે થયેલ વાતચીતનો હવાલો પણ આપ્યો. જણાવી દઈએ કે ભારત આંતરરાષ્ટ્રીય જગતને પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે જમ્મુ-કાશ્મીર તેનો આંતરિક મામલો છે અને આ મામલે કોઈ ત્રીજા પક્ષની દખલગીરીનો સવાલ જ પેદા થતો નથી.

બંને દેશો વચ્ચે વાતચીતથી હલ શોધેઃ યૂએન

બંને દેશો વચ્ચે વાતચીતથી હલ શોધેઃ યૂએન

જમ્મુ-કાશ્મીર પર મધ્યસ્થતાની પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલ અપીલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે સેક્રેટરી જનરલ બંને દેશ વચ્ચે તણાવ વધારવાને લઈ ચિંતિત છે. તેમણે બંને દેશોને અપીલ કરી છે કે તેઓ મુદ્દાને વાતચીતથી ઉકેલે. આ મામલે ગુતારેસે સોમવારે યૂએનમાં પાકિસ્તાનની સ્થાયી પ્રતિનિધિ મલીહા લોઢી નિવેદન પર તેમની સાથે મુલાકાત પણ કરી હતી. જણાવી દઈએ કે દુજારિક આ સવાલનો જવાબ આપી રહ્યા હતા કે શું આ મહિને થનાર યૂએન જનરલ એસેમ્બલીની બેઠક દરમિયાન ગુતારેસની ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની કોઈ યોજના છે. ઉલ્લેખનીય છે કે યૂએન જનરલ એસેમ્બલીના સત્રને પીએમ મોદી અને પાકિસ્તાનના પીએણ ઈમરાન ખાન પણ સંબોધિત કરનાર છે.

મધ્યસ્થતા પર અમે અમારું સ્ટેન્ડ યથાવત રાખશુંઃ યૂએન

જણાવી દઈએ કે કાશ્મીર પર મધ્યસ્થતાની રટ લગાવેલ પાકિસ્તાને ત્યારે ભારે ફતેજી ઝેલવી પડી ગઈ, જ્યારે યૂનાઈટેડ નેશન તરફતી સત્તાવાર રીતે તેમની અપીલ ઠુકરાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારત દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ કરી ચૂક્યું છે કે જમ્મુ-કાશ્મીર તેનો આંતરિક મામલો છે અને ત્યાં પાછલા મહિને જે પણ પગલાં ઉઠાવ્યાં છે, તે તેની સંપ્રભુતાના વિસ્તારમાં છે. જે હિસાબે યૂએન સેક્રેટરી જનરલ તરફથી જાહેર નિવેદનમાં પાકિસ્તાનને ઝાટકો આપતા સ્થિતિ સમગ્ર રીતે સ્પષ્ટ કરી દેવામાં આવી છે. એંતોનિયો ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે, મધ્યસ્થતા પર અમારી સ્થિતિ હંમેશાથી તે જ છે. મહાસચિવે પાકિસ્તાન અને ભારતની સરકારોનો સમપર્ક કર્યો હતો. જી-7ની બેઠક દરમિયાન તેઓ ભારતના પ્રધાનમંત્રીને મળ્યા. તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બાકી દેશોની જેમ જ સંયુક્ત રાષ્ટ્ર પણ કાશ્મીરને દ્વિપક્ષીય મામલો ગણાવી રહ્યું છે અને હંમેશાથી મધ્યસ્થતાની વાતથ ઈનકાર કરી રહ્યો છે.

પાકિસ્તાન જૂઠની રનિંગ કોમેન્ટરી કરી રહ્યું છે

પાકિસ્તાન જૂઠની રનિંગ કોમેન્ટરી કરી રહ્યું છે

બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પણ ભારતે સ્પષ્ટ કહી દીધું કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવો સંપૂર્ણપણે આંતરિક ફેસલો છે, જેના પર સંસદની મોહર લાગી ગઈ છે. કોઈપણ દેશ પોતાના આંતરિક મામલામાં દખલગીરી નહિ ઈચ્છે, ભારત પણ નહિ એટલું જ નહિં, ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે અમારું સંવિધાન કોઈપણ ભેદભાવ વિના તમામ નાગરિકોના મૂળ અધિકારોની ગેરેન્ટી આપે છે. અમારી સ્વતંત્ર ન્યાયપાલિકા, ફ્રી મીડિયા, વાઈબ્રેન્ટ સિવિલ સોસાયટી માનવાધિકારોના સંરક્ષણ માટે એક સારો માહોલ તૈયાર કરતું રહ્યું છે. દુનિયા અને ખાસ કરીને ભારત રાજ્ય પ્રાયોજિત આતંકવાદનો શિકાર બન્યું છે. આ મુદ્દા પર ચુપ્પીથી આતંકીઓ અને તેમના સમર્થકોને વધુ બળ મળે છે. એટલું જ નહિ પાકિસ્તાન તરફ ઈશારો કરતા એમ પણ કહેવામાં આવ્યું કે એક ગ્રુપ અહીં જૂઠા આરોપોની રનિંગ કોમેન્ટ્રી કરી રહ્યું છે અને જે ગ્લોબલ ટેરરિઝમનું કેન્દ્ર છે તે ભારત પર માનવાધિકારોના ઉલ્લંઘનના ખોટા આરોપો લગાવી રહ્યું છે.

ચાલાન કપાવવા પર નશામાં ધૂત હેડકોન્સ્ટેબલ ગુસ્સે થયો, હંગામો કર્યોચાલાન કપાવવા પર નશામાં ધૂત હેડકોન્સ્ટેબલ ગુસ્સે થયો, હંગામો કર્યો

English summary
UN overturns Pakistan over mediation over Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X