8 તારીખ પછી જમા કરેલી બેનામી રકમમાંથી અડધી જપ્ત કરાશે?

Posted By:
Subscribe to Oneindia News

8 નવેમ્બરના રોજ નોટબંધી કરાયા પછી લગભગ દર બીજા દિવસે નવા નિયમો બહાર પડી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ 30 ડિસેમ્બર સુધી જમા કરવામાં આવેલી બેનામી રકમની જાહેરાત જો ટેક્સ અધિકારીઓની સામે કરવામાં આવશે તો 50 ટકા ટેક્સ દેવાની સાથે જ આ રકમને ચાર વર્ષ સુધી નહીં નીકળવામાં આવે.

notes

જો આની જાહેરાત અધિકારી સમક્ષ નહીં કરવામાં આવે તો બેનામી જમા કરાયેલી રકમ પર 60 ટકા ટેક્સ લગાશે અને સાથે જ તે રકમને પણ લાંબા સમય સુધી તમે નહીં નીકાળી શકો. તેવો નવો નિયમ સરકાર દ્વારા લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે.

હાલ વિચાર આધિન
નોંધનીય છે કે હાલ આ મુદ્દો વિચાર આધિન છે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની જે બેઠળ મળશે તેમાં આ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે. વળી આ નિયમને લાગુ કરવા પર પણ હાલના આયકર કાનૂનમાં સંશોધન કરવામાં આવશે.

English summary
Unaccounted deposits disclosed to taxman face 50% tax, lock-in for 4 years.
Please Wait while comments are loading...