For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારાણસી બાંધકામ હેઠળનો ફ્લાયઓવર પડ્યો, 18 લોકોના મોત, ઘણાં ઘાયલ થયા

વારાણસીમાં બાંધકામ હેઠળના ફ્લાયઓવરનો એક ભાગ પડ્યો છે. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

વારાણસીમાં બાંધકામ હેઠળના ફ્લાયઓવરનો એક ભાગ પડ્યો છે. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે. લગભગ 50 લોકો દબાયેલા હોય તેવી શક્યતા છે. કેટલાક ગાડીઓ પણ તેમાં દબાયેલી છે. માહિતી મુજબ, અકસ્માત કેન્ટ રેલવે સ્ટેશનની નજીક લગભગ 5:30 વાગ્યે થયો હતો. માહિતી પ્રાપ્ત કરવા પર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટુકડી હાજર થઈ ગઈ છે અને રાહત કાર્ય ચાલુ છે.

flyover collapses in varanasi

સ્થાનિક લોકો પણ રાહત કામને મદદ કરી રહ્યાં છે. ફ્લાયઓવરનો એક ભાગ રોડવે બસ પર તૂટી ગયો હતો અને તેની સાથે સાથે કેટલીક ગાડીઓ પર પણ પડ્યો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં દુઃખ વ્યક્ત કર્યું. તેમણે સ્પીડ રેસ્ક્યૂ માટે કામ કરતી વખતે લોકોની દરેક શક્ય મદદ કરવા જિલ્લા વહીવટને સૂચના આપી છે. મુખ્યમંત્રી યોગીએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને રૂ. 5 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 2 લાખનું વળતરની જાહેરાત કરી.

વારાણસી ઘટના પર પીએમ મોદી ઘ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું

મોદીએ વારાણસીની ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, "વારાણસીમાં બાંધકામ ફ્લાયઓવર અકસ્માત લોકોના જીવનમાં અત્યંત પીડાદાયક છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ જલ્દી સાજા થાય. અધિકારીઓ સાથે વાતચીત કરી છે. લોકોને મદદ કરવા માટે શક્ય એટલું બધું જ કરવા માટે સૂચવવામાં આવ્યું છે." આ બનાવ વિશે પ્રધાનમંત્રીએ પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "મેં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અકસ્માત વિશે વાત કરી છે. યુપી સરકાર પરિસ્થિતિની દેખરેખ કરી રહી છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે જમીન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે."

English summary
Under construction flyover collapses in varanasi many feared dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X