• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આધાર વિષે તમારી કોઇ પણ ગેરસમજ આ લેખ વાંચી દૂર થશે

By desk
|

લેખક: શ્રીકાંત કારવા) કેટલાક મીડિયા રિપોર્ટ દ્વારા આધારના દૂરઉપયોગની વાત કરવામાં આવી છે. આધાર અંગે હંમેશાથી લોકોની અલગ અલગ વિચારધારા રહેલી છે. પણ આધાર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ત્યારે આ આર્ટીકલમાં તમને આધારને લઇને કેટલીક સામાન્ય વાતો જણાવવા માંગીએ છીએ. જેથી કરીને તમને આ અંગે કોઇ ગેરસમજ હોય તો તે અંગે તમને ચોખવટ થઇ શકે છે. અનેક લોકોનું માનવું છે કે તે આધાર વિષે બધુ જ જાણે છે પણ હજી પણ તેવું ધણું છે જે તમારે જાણવું જરૂરી છે. યુઆઇડીએઆઇ ભારતના નાગરિકોને ઓનલાઇન વેરિફિકેશન સેવા સાથે એક યુનિક આઇડી આપવાનું કામ કરે છે. યુઆઇડીએઆઇનું આધાર સાથે લિંકને કોઇ પણ સર્વિસ ડિલીવરી સાથે કોઇ લેવા-દેવા નથી. આધારને સમજવાની બે રીતો છે. વિગતવાર વાંચો અહીં...

1. આધાર

સરળ શબ્દોમાં કહીએ તો આધાર એક શુદ્ધ આઇડી યૂટિલિટી છે. આ એક તેવા પ્રોગ્રામ જેવું છે જ્યાં આઇડી ખાલી પ્રોગ્રામનો ભાગ હોય, જેમ કે પાસપાર્ટ. માટે જ સર્વિસ ડિલીવરી પ્રક્રિયામાં આવનારી મુશ્કેલીઓને આઇડી સિસ્ટમની મુશ્કેલીઓ માનવામાં આવે છે. જેમ કે સામાન્ય રીતે આંખ અને આંગળીની છાપ જેવા બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરીને આધાર કાર્ડ બનાવવામાં આવે છે. પણ ત્યારે શું કરવું જ્યારે કોઇ વ્યક્તિને આંખ કે હાથ જ ના હોય? આવી સ્થિતીમાં પણ વિકલ્પ નીકાળવામાં આવે છે. જેમ કે ઓટીપી ઓથેટિંકેશન કે પછી જે રીતે આધારના શરૂઆતી દિવસોમાં ફોટો વેરિફિકેશન કરવામાં આવતું હતું. આ પાછળનો ઉદ્દેશ છે કે એક એવું સુરક્ષિત તંત્ર બને જેનો સૌથી સારો અને સંભવ ઉપયોગ કરી શકાય.

2. આધાર

આધારને અન્ય રીતે સમજાવીએ તો આઇડી યૂટિલિટી એક એવી પ્રણાલી છે જે અન્ય કોઇ વિકસિત દેશે કદી અપનાવી જ નથી અને ભારત આવું કરનાર પહેલો દેશ છે. સામાન્ય રીતે મોટા ભાગના દેશોમાં આઇડી સિસ્ટમની શરૂઆત જન્મ રજિસ્ટ્રીથી થાય છે. ભારતમાં પણ તેવું જ છે. પણ વર્લ્ડ બેંકના અનુમાન મુજબ ખાલી 52.8 બાળકોનો જન્મ જ હોસ્પિટલમાં કે ડોક્ટરની હાજરીમાં થાય છે. ભારતમાં પણ હજી પણ અનેક બાળકોનો જન્મ હોસ્પિટલમાં નથી થતો. તે પણ એક હકીકત છે. અને અનેક વાર લોકો તેમના બાળકોનો જન્મનો દાખલો પણ નથી કરાવતા. આવી અનેક મુશ્કેલીઓને સરળ કરવા માટે યુઆઇડીએઆઇને બાયોમેટ્રિક પસંદ કર્યું. જેનો અનેક સર્વિસ એજન્સી ફાયદો ઉઠાવી શકો. માની લો કે કોઇ સર્વિસ ડિલિવરી એજન્સીને પોતાના ગ્રાહકોના ડેટાબેઝની યુનિકનેશને સુનિશ્ચિત કરવી હોય તો તે આધાર સાથે ઇટીગ્રેટ કરી આમ કરી શકે છે.

ઓથેંટિકેશન ફેલ

કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ ઓથેંટિકેશન ફેલ થવાને તે સેવા ન મળવાનું માની લેવામાં આવે છે. શું ક્યારેય કોઇએ ચેક કર્યું બીજી વારનું ઓથેંટિકેશન ટ્રાજેક્શન સફળ થઇ જાય છે. અને તે પણ તે જ વ્યક્તિનું! સાથે જ જો કોઇ તમારો આધાર આપી ફિંગરપ્રિન્ટ આપે તો તમારું શું કહેવું છે સિસ્ટમે તેને સ્વીકાર કરવું જોઇએ કે અસ્વીકાર? એટલે જ કોઇ સેવા માટે આધાર ઓથેંટિકેશન ફેલ થવાનો તે મતલબ નથી કે સેવા આપવાની ના પાડવામાં આવી છે. આ માટે ઓથેટિકેશનના બેકઅપ મેકેનિઝમને સમજવું જરૂરી છે. આધાર ખાલી ઓથેંટિકેશન કરવાનો વિકલ્પ છે અને તેના ફેલ જવાથી સેવા બંધ કરવામાં આવી છે તેવો તેનો મતલબ બિલકુલ નથી.

ઉદા તરીકે આંધ્ર અને તેલંગાનામાં પીડીએસ સિસ્ટમ હેઠળ બાયોમેટ્રિક એરર ઓછી કરવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી પણ તમામ નિષ્ફળ જતા એક અધિકારીએ આદેશ આપ્યો છે તમામને ભોજન મળે તે સુનિશ્ચિત કરો.

ભૂલથી ઓળખ અસ્વીકાર કરવાની ઘટનાને ઓછી કરવા શું કરવું?

તે જાણવું જરૂરી છે કે બાયોમેટ્રિક ઓથેંટિકેશન એક્ઝૈક્ટ મેચ સાઇયન્સ નથી. યુઆઇડીએઆઇ કોઇ પણ ડિવાઇઝને સર્ટિફાઇ કરવા માટે એસટીક્યૂસી પર આધાર રાખે છે. સર્ટિફિકેશનની પ્રક્રિયામાં લેબોરેટ્રી ટેસ્ટ સિવાય આ ડિવાઇઝને ફિલ્ડમાં જઇને પણ અનેક લોકો પર ટેસ્ટ કરવામાં આવે છે. અને પછી તેવા ડિવાઇઝને સર્ટિફાઇ કરવામાં જે ઠીકઠાક ઉપર નીચે રિઝલ્ટ આપે. આ માટે જ તમામ સર્ટિફાઇડ ફિંગરપ્રિંટ સેન્સર 2 ફિગર ઓથેંટિકેશન દ્વારા ત્રણ પ્રયાસોમાં 98 ટકા સાચું પરિણામ આપે છે. આઇરિસ સેન્સર તેથી પણ વધુ સાચું પરિણામ આપે છે. સર્વિસ પ્રોવાઇડર્સને તે વાતનું ધ્યાન રાખવું જોઇએ. ઓથેંટિકેશન ફેલ થવા પર વ્યક્તિ, ઓપરેટર એનરોલમેન્ટના સમયે આપવામાં આવેલ ફિંગર પ્રિન્ટની ક્વોલિટી અને અન્ય વાતો પર નિર્ભર કરે છે.

ફિંગરપ્રિન્ટ માટે

એક આંગળીના બદલે બે આંગળીઓના ઓથેંટિકેશન ટેસ્ટ કરવાથી ઓથેંટિકેશન દર વધી જાય છે. અને સાથે જ તેને લાગુ કરવું પણ ખૂબ જ સરળ છે.

એકથી વધુ પ્રયાસ : આ પ્રક્રિયામાં ઓથેંટિકેશન કરવા માટે વધુ વાર પ્રયાસ કરવા દેવામાં આવે છે. ફિલ્ડમાં મોટે ભાગે આવું કરવામાં આવે છે.

બેસ્ટ ફિંગર ડિટેક્શન- યુઆઇડીએઆઇની પાસે એક પ્રક્રિયા છે. જેનાથી યુઝરના બેસ્ટ ફિંગર વિષે જાણી શકાય છે. તેનાથી ભૂલો પણ ઓછી થાય છે. આ એક અતિરિક્ત બાયોમીટ્રિકને અનુમતિ આપવા જેવું છે. જેમ કે આઇરિસ, જેનાથી સરફળતા દર વધે છે.

શું ફાયદાકારક છે?

આધાર પાછળ જે માત્રામાં પૈસા ખર્ચવામાં આવે છે તેની સામે કોઇ ફાયદો મળે છે અને શું કેટલીક જગ્યાએ બચત કરી શકવાની સંભાવના રહેલી છે તે અંગે પણ કેટલાક આંકડા સામે આવ્યા છે. જો કે મારા હિસાબે તેનો કોઇ મતલબ નથી. આધાર સરકારની સર્વિસ ડિલીવરીને સારી કરવામાં માટે બનાવવામાં આવી છે. આધારના કારણે દરેક નાગરિકને વેરિફિએબલ ઓળખ મળી છે.

દેશના મોટા ભાગના લોકો પાસે છે પહેલી આઇડેન્ટિટી

આધારના આવ્યા પહેલા સૌથી વધુ લોકપ્રિય આઇડી હતું વોટર આઇડી કાર્ડ. જો કે વોટર આઇડી પર તેવી કોઇ ગેરંટી નહતી કે તે યુનિક આઇડી હોય. અને સાથે જ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે તે ઉપલબ્ધ હોય. વળી ડુપ્લિકેટ વોટર આઇડીની સંભાવના પણ વધુ રહેલી હોય છે.

તે સિવાય રાશન કાર્ડ પણ લોકપ્રિય આઇડીના લિસ્ટમાં આવે છે. તેમાં ઘર અને પરિવારના સદસ્યોની જાણકારી પણ હોય છે. અને તમામની ઉંમર અને તિથિ પણ લખેલી હોય છે. જો કે રાશન કાર્ડ ખાલી રાજ્યમાં જે તે રાજ્યમાં લાગુ પડતું હતું. આ સિસ્ટમ હેઠળ અનેક મહિલાઓ તેનો ઉપયોગ આઇડી તરીકે નહતી કરી શકતી અને તે એક અનેક રીતે પુરુષ પ્રધાન પક્ષપાત કરતું જોવા મળતું હતું. વળી નકલી રાશન કાર્ડની સંભાવના પણ હતી.

આધારના કારણે ઘરના તમામ સદસ્ય પાસે પોતાનું આઇડી છે. જે પોર્ટેબલ પણ છે, ઓનલાઇન ઇલેક્ટ્રોનિક રીતે તે વેરિફાઇ પણ થાય છે. પૂરા દેશમાં ક્યાંય પણ ચાલી શકે છે અને તે લોકોના ખૂબ જ કામ પણ આવી શકે છે.

ડેટા કંટ્રોલ

તમે તે ડેટા પર કંટ્રોલ નથી કરી શકતા જે કંપનીઓ તમારા માટે એકઠું કરે છે. તમારો ફોન નંબર ટ્રૂ કોલર પર છે. અને તમારું નામ પણ. કારણ કે તમારો ફોન વંબર કોઇ અન્યનની ફોન બુકમાં છે. ઠીક તે જ રીતે તેવા અન્ય અનેક સિસ્ટમ છે જેમાં તમારા વિષે જાણકારી છે. વળી જે માહિતી અન્ય લોકો પાસે છે તે કાનૂની રીતે અનેક પ્રક્રિયામાં ઉપલબ્ધ છે. અને અનેક વાર તે કોઇ પણ પ્રક્રિયા વિના પણ એક્સેસ કરી શકાય છે.

આધાર મામલે કાનૂન તમારા ડેટાની રક્ષા કરે છે. આધાર એક્ટ હેઠળ કોઇ પણ ઓર્ગેનાઇજેશન તમારો ડેટા ભેગો કરી તેનો ઉપયોગ કે અન્ય સાથે શેયર કરવાની અનુમતિ નથી આપતો. આ સિવાય તમારી ઓરિજનલ એપ્લેકેશનમાં તમે આ પ્રકારની અન્ય સુરક્ષા મામલે માંગ કરી શકો છો.

સારાંશ

હાલની ડેટાબેઝ આધાર સિસ્ટમ એક નિશ્ચિત લોકો સુધી પહોંચીને પરિણામ આપે છે. તે માટે એ જરૂરી છે કે આપણે તેને આગળ વધારવા માટે ચર્ચા કરીએ. સાથે જ ખાનગી ડેટાને સુરક્ષિત રાખવા માટે પણ ચર્ચા થવી જોઇએ. નોંધનીય છે કે આધારના કારણે રિટેલ ભષ્ટ્રાચાર ઓછો થયો છે. વળી અનેક લોબી તેવી છે જે લોકો સુધી ખોટી જાણકારી પહોંચાડે છે. જેના કારણે લોકોનો આધાર અને સરકાર બન્ને પરથી વિશ્વાસ ઓછા થયો છે.

હું પણ આ દેશનો નાગરિક છું. અને ના જ હું બિગ બ્રધર્સ સિસ્ટમ ઇચ્છું છું. હું પૂર્ણ રીતે તે માંગોમું સર્મથન કરું છું કે ખાનગી જાણકારીની રક્ષા માટે કાનૂનને વધુ ઉપયુક્ત બનવાની જરૂર છે. જો આધાર મામલે ચર્ચા થાય તો તેની સિક્યોરિટી વધારવા અને તેને વધુ ઉપયુક્ત કરવા તરફ થાય તો તે એક યોગ્ય પ્રયાસ રહેશે.

નોંધ- આ આર્ટીકિલના તમામ વિચાર લેખક શ્રીકાંત કારવાના છે. જેમણે યુઆઇડીએઆઇ પ્રોજેક્ટના શરૂઆતી ડિઝાઇન અને તેને લાગુ કરવા માટે કામ કર્યું હતું.

English summary
Understanding Aadhaar and debunking controversies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X