For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં મહિલા એન્જિનિયરોનો બેરોજગારી દર પુરુષોની તુલનામાં 5 ગણો

એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે ભારતમાં મહિલા એન્જિનિયરોનો બેરોજગારી દર પુરુષોની તુલનામાં પાંચ ગણો છે

|
Google Oneindia Gujarati News

એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે ભારતમાં મહિલા એન્જિનિયરોનો બેરોજગારી દર પુરુષોની તુલનામાં પાંચ ગણો છે અને દેશના ઘણા ભાગોમાં આ દર સતત વધી રહ્યો છે. અભ્યાસમાં જે આંકડા સામે આવ્યા છે તે મુજબ ભારતમાં વેર્સ્ટર્ન એન્જિનિયરીંગ કંપનીઓ માટે કામ કરતી ભારતીય મહિલાઓ અને પુરુષોમાં લિંગ પક્ષપાતના અનુભવોની વાત સામે આવી છે. અભ્યાસ મુજબ દેશમાં બંને જેન્ડર્સ અલગ અલગ સ્તરે પક્ષપાતનો અનુભવ કરે છે.

અભ્યાસમાં આવ્યા ચોંકાવનારા આંકડા

અભ્યાસમાં આવ્યા ચોંકાવનારા આંકડા

રિપોર્ટ અનુસાર ‘મહિલાઓને લિંગ પક્ષપાતના અનુભવની સૌથી વધુ સંભાવના છે. જ્યારે પુરુષો સાથે એ પક્ષપાત થાય છે કે તે ક્યાંથી આવે છે અને કઈ ભાષા બોલે છે.' આ રિપોર્ટ ધ સોસાયટી ઑફ વીમેન એન્જિનિયર્સ સાથે કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના વર્કશસોપ લૉ સેન્ટર ફોર વર્કલાઈફ લૉની ભાગીદારીમાં અને હેસ્ટીંગ્ઝ કોલેજ ઓફ લૉ સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે.
‘વૉકિંગ ધ ટાઈટરોપ' શીર્ષકના અધ્યયન અનુસાર 44 ટકા પુરુષો અને 30 ટકા મહિલા એન્જિનિયરોએ જણાવ્યુ કે તેમને પોતાના રાજ્ય કે ક્ષેત્રના કારણે પક્ષપાતનો સામનો કરવો પડે છે. દેશવ્યાપી સર્વેક્ષણનું આયોજન વર્ષ 2017ની શરૂઆતમાં ઑનલાઈન કરવામાં આવ્યુ હતુ જેમાં અલગ અલગ એન્જિનિયરિંગ ક્ષેત્રો અને રોજગાર સ્તરોના 693 એન્જિનિયરોના ક્રોસ સેક્શન શામેલ થયા.

મહિલાઓ અને પુરુષોમાં લિંગ પક્ષપાતના અનુભવોની વાત સામે આવી

મહિલાઓ અને પુરુષોમાં લિંગ પક્ષપાતના અનુભવોની વાત સામે આવી

ભારતીય મેનેજમેન્ટ સંસ્થા, ઉદયપુરની ફેકલ્ટી અને ધ સોસાયટી ઓફ વીમેન એન્જિનિયર્સ સ્ટડીની સલાહકાર નીતિ સનને કહ્યુ, ‘ રિપોર્ટ પક્ષપાતની સમસ્યાઓને રેખાંકિત કરે છે જે ભારતની એન્જિનિયરીંગ કાર્ય સ્થળના અનુભવોને દર્શાવે છે. આ વિચારવાલાયક મુદ્દો છે. આ ઓર્ગેનાઈઝેશન માટે ગંભીર મુદ્દાને ઉકેલવાનો સમય છે. અભ્યાસ અનુસાર 76 ટકા એન્જિનિયરોએ જણાવ્યુ કે તેમને પોતાના સહયોગીઓ સમક્ષ સમ્માન મેળવવા માટે પોતાને વારંવાર સાબિત કરવા પડે છે. પક્ષપાત મામલે 45 ટકા મહિલાઓએ રિપોર્ટ કર્યો કે તેમને પોતાની મહિલા સહયોગીઓ સાથે પ્રતિસ્પર્ધા કરવાની હોય છે જેનાથી એક મહિલાને જગ્યા મળી શકે.'

સ્ટડીમાં ખુલાસો- દેશમાં મહિલા ને પુરુષ પક્ષપાતનો કરે છે અનુભવ

સ્ટડીમાં ખુલાસો- દેશમાં મહિલા ને પુરુષ પક્ષપાતનો કરે છે અનુભવ

હેસ્ટિંગ્ઝ કૉલેજ ઑફ લૉના કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં કાર્યવાહક વિધિના સંસ્થાપક નિર્દેશક જોએન સી વિલિયમ્સે કહ્યુ, ‘આપણે મહિલા એન્જિનિયરોને ઓર્ગેનાઈઝેશનના અભિન્ન અંગ તરીકે વિચારવાનું શરૂ કરવુ જોઈએ અને તેની સાથે પુરુષ સમકક્ષની જેમ જ વ્યવહાર કરવો જોઈએ.' અધ્યયનાં કહેવામાં આવ્યુ છે કે 11 ટકા મહિલા એન્જિનિયરો અને 6 ટકા પુરુષ એન્જિનિયરોએ અવાંછિત રીતે સેક્સ્યુઅલ એટેન્શન કે કાર્યસ્થળમાં અનુચિત રીતે સ્પર્શવાની જાણકારી મળી છે.

આ પણ વાંચોઃ બૉક્સ ઓફિસ પર શું થયા 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ના હાલ, જાણો કમાણીઆ પણ વાંચોઃ બૉક્સ ઓફિસ પર શું થયા 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ના હાલ, જાણો કમાણી

English summary
Unemployment rate among women engineers in India is five times that of men: Study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X