For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિવાલયમાં કેજરીવાલ પર હુમલો, મરચાનો પાવડર ફેંકી ગોળી મારવાની ધમકી આપી

દિલ્હી સચિવાલયમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર તેમની ચેમ્બરની બહાર એક અજ્ઞાત વ્યક્તિએ મરચાનો પાવડર ફેંકીને હુમલો કર્યો.

|
Google Oneindia Gujarati News

દિલ્હી સચિવાલયમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર તેમની ચેમ્બરની બહાર એક અજ્ઞાત વ્યક્તિએ મરચાનો પાવડર ફેંકીને હુમલો કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આંખોમાં પણ મરચાનો પાવડર લાગ્યો છે. આ હુમલામાં તેમના ચશ્મા પણ તૂટી ગયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ અનિલ હિન્દુસ્તાની તરીકે થઇ છે.

સીએમની સુરક્ષામાં એક મોટી ખામી

સીએમની સુરક્ષામાં એક મોટી ખામી

મંગળવારે બપોરે અચાનક અરવિંદ કેજરીવાલ પર એક વ્યક્તિએ હુમલો કર્યો. તે વ્યકતિએ સીએમના ચશ્મા ખેંચીને તેમની આંખોમાં મરચાનો પાવડર નાખવાની કોશિશ કરી. આ ઘટનાને સીએમની સુરક્ષામાં એક મોટી ખામી તરીકે જોવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ આ મામલે વાત કરતા જણાવ્યું કે જયારે અરવિંદ કેજરીવાલ પોતાની ચેમ્બરથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ એક વ્યક્તિએ વાત કરવા માટે તેમને રોક્યા.

હું તને ગોળી મારવા આવ્યો છું

હું તને ગોળી મારવા આવ્યો છું

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ આગળ જણાવ્યું કે આરોપી વ્યક્તિએ પહેલા અરવિંદ કેજરીવાલના ચશ્મા ખુંચવ્યા અને તેમની આંખોમાં લાલ મરચાનો પાવડર નાખવાની કોશિશ કરી. તે વ્યક્તિએ અરવિંદ કેજરીવાલને જણાવ્યું કે, 'હું તને ગોળી મારવા આવ્યો છું, હું ફેસબૂક ઘ્વારા પહેલા જ આ વાત જણાવી પણ ચુક્યો છું', પરંતુ સુરક્ષાકર્મીઓ ઘ્વારા તેને પકડી લેવામાં આવ્યો. આરોપી માચીસની ડબ્બીમાં ચીલી પાવડર લઈને આવ્યો હતો.

કેજરીવાલ પર કરવામાં આવેલો હુમલો રાજનીતિથી પ્રેરિત

કેજરીવાલ પર કરવામાં આવેલો હુમલો રાજનીતિથી પ્રેરિત

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સીએમ કેજરીવાલ પર કરવામાં આવેલો હુમલો રાજનીતિથી પ્રેરિત છે. જયારે આમ આદમી પાર્ટીએ દિલ્હીની કાનૂન વ્યવસ્થા પર પણ સવાલ કર્યા છે. તેમનું કહેવું છે કે દિલ્હીમાં સીએમથી લઈને સામાન્ય માણસ સુધી કોઈ પણ સુરક્ષિત નથી.

અરવિંદ કેજરીવાલ પર ઘણીવાર હુમલા થઇ ચુક્યા છે

અરવિંદ કેજરીવાલ પર ઘણીવાર હુમલા થઇ ચુક્યા છે

આ પહેલીવાર નથી જયારે સીએમ અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં બેદરકારી જોવા મળી હોય. અરવિંદ કેજરીવાલ પર ઘણીવાર હુમલા થઇ ચુક્યા છે. આ પહેલા દિલ્હીના એક કાર્યક્રમ દરમિયાન એક મહિલાએ કેજરીવાલ પર સ્યાહી ફેંકી હતી. એક રેલી દરમિયાન ઓટો ચાલકે કેજરીવાલને થપ્પડ પણ મારી હતી.

English summary
Unidentified man throws chili powder at CM Arvind Kejriwal at Delhi Secretariat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X