For Quick Alerts
For Daily Alerts
video: મુંબઇ એરપોર્ટ પર દેખાયા શંકાસ્પદ પેરાશૂટ, PMOમાંથી તપાસના આદેશ
મુંબઇ, 25 મે: મુંબઇ એરપોર્ટ ઉપર આકાશમાં શંકાસ્પદ રીતે પાંચ માનવ રહિત પેરાશૂટને ઊડતા જોવામાં આવ્યા છે. આ પેરાશૂટોના કારણે સનસનાટી મચી જવા પામી છે અને પીએમઓએ તપાસ માટે આદેશ આપી દીધા છે. હાલમાં મુંબઇ પોલીસ આની તપાસ કરી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર જેટ એરવેઝના પાયલટ કેપ્ટન દિનેશ કુમારે શનિવારે સાંજે 5 વાગ્યાને 55 મિનિટે પહેલીવાર આ પેરાશૂટ્સને એરપોર્ટ પર ઉડતા જોયા.
કેપ્ટને તાત્કાલિક તેની સૂચના એર ટ્રાફિક કંટ્રોલને આપી. સૂચના મળતા જ તંત્ર સફાળુ જાગી ગયું અને તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી. પેરાશૂટમાં કોઇ હાજર ન્હોતું. પોલીસને શંકા છે કે આસપાસની વસ્તીમાં રહેનારા કેટલાંક યુવકોએ તેને છોડ્યા હશે, પરંતુ પોલીસ પોતાની તપાસ કરી રહી છે. બીજી તરફ પીએમઓએ આ ઘટનાને એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક ગણાવી છે અને ઇન્ડિયન એરફોર્સ, નેવી, ઇંટેલીજન્સ બ્યૂરો, સીઇએસએફ અને મુંબઇ પોલીસ પાસે જવાબ મંગાવ્યો છે.
એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અનુસાર પેરાશૂટ 150 ફૂટની ઊંચાઇ પર ઊડી રહ્યા હતા. મુંબઇ પોલીસના વિસ્તારમાં રઝિસ્ટર્ડ પેરાગ્લાઇડિંગ સંસ્થાઓની જાણકારી માંગવામાં આવી છે. નોંધનીય છે કે માનવ રહિત પેરાશૂટ રિમોટ કંટ્રોલ અથવા તો રેડિયોથી સંચાલિત હોય છે. હજી સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ પેરાશૂટને કોણ ઊડાવી રહ્યું હતું, કે તેનો શું ઊદેશ્ય હતો?
શંકાસ્પદ પેરાશૂટને જૂઓ વીડિયોમાં...