For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો જેટલીના બજેટમાં કંઇ વસ્તુઓ થઇ મોધીને કંઇ સસ્તી

|
Google Oneindia Gujarati News

નાણાં પ્રધાન અરુણ જેટલીએ સોમવારે દિલ્હીમાં લોકસભામાં ત્રીજું સામાન્ય બજેટ રજૂ કર્યું. જેમાં તેમણે ટેક્સ સ્લેબમાં તો કોઇ બદલાવ ના કર્યો. પણ સર્વિસ ટેક્સ જરૂરથી વધાર્યો. હવે સર્વિસ ટેક્સ 14.5 ટકાથી વધીને 15 ટકા થઇ ગયો છે. પાછલી સરકારની નીતીઓ અને હાલની વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અરુણ જેટલીએ જણાવ્યું કે અમે મુશ્કેલીઓને તકમાં ફેરવાનો પ્રયાસ કર્યો છે. જો કે સર્વિસ ટેક્સ વધારતા આવનારા સમયમાં અનેક વસ્તુઓ મોંધી થઇ જશે.

ત્યારે જ્યાં ધરેણા, બ્યૂટી સર્વિસ, કાર જેવી વસ્તુઓ મોંધી થઇ છે તો ઘર ખરીદવું સસ્તુ બન્યું છે. વળી ખેડૂતો માટે આ બજેટ આશીર્વાદરૂપ બની શકે છે તેમ જાણકારોએ જણાવ્યું છે. ત્યારે આ બેજટમાં કંઇ કંઇ વસ્તુઓ મોંધી થઇ છે અને કંઇ સસ્તી તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

મોબાઇલ બિલ મોંધુ

મોબાઇલ બિલ મોંધુ

હવે તમારે તમારા મોબાઇલ બિલને લઇને ચિંતા કરવાની જરૂર છે. કારણ કે તમારું મોટું મોબાઇલ બિલ તમને વધુ સર્વિસ ટેક્સ આપવા અને વધારાનો ખર્ચો કરાવવા મજબૂર કરશે.

હોટલમાં ખાવું

હોટલમાં ખાવું

સર્વિસ ટેકસ 15 ટકા થતા હવે દર રવિવારે મોંધી હોટલમાં ખાવા ખાવાનું વિચારતા લોકોને એક-બે રવિવાર ઘરે ખાવાનું બનાવવાનો વિચાર કરવો પડશે.

હવાઇ ટિકિટ અને રેલ ટિકટ

હવાઇ ટિકિટ અને રેલ ટિકટ

વળી 15 ટકા સર્વિસ ટેક્સ તો હવાઇ ટિકિટ અને રેલ ટિકિટ પર પણ લાગશે. તો જો ક્યાંક ફરવા જવું હોય તો 1 એપ્રિલ પહેલા જ જતા આવા. કારણ કે આ બજેટ 1 એપ્રિલથી લાગુ થશે.

સોના હિરાના ધરેણાં

સોના હિરાના ધરેણાં

સોના અને હિરાના ધરેણાં અને રત્નોવાળા ધરેણાં પર અતિરિક્ત સર્વિસ ટેક્સ લગાવામાં આવ્યો છે. જેથી હવે તેની ખરીદી મોંધી બનશે.

બ્રાન્ડેડ કપડા

બ્રાન્ડેડ કપડા

જો તમે બ્રાન્ડેડ કપડા ખરીદવાનો શોખ ધરાવતા હોવ તો સર્વિસ ટેક્સ વધ્યા બાદ તમારે તેની વધુ કિંમત આપવી પડશે.

સિગરેટ તંબાકૂના ઉત્પાદન

સિગરેટ તંબાકૂના ઉત્પાદન

બીડી છોડીને તમામ સિગરેટ અને તંબાકૂ ઉત્પાદનોની કિંમત સરકારે વધારી દીધી છે. જે એક સારી વાત છે.

દરેક પ્રકારની ગાડીઓ

દરેક પ્રકારની ગાડીઓ

10 લાખની વધુની કિંમતની તમામ ગાડીઓ હવે મોંધી થશે. ડિઝલ કાર પર 2.5 ટકા અને એસયૂવી કાર પર ચાર ટકા ટેક્સ વધ્યો છે. બેટરીથી ચાલતી ઇલેક્ટ્રોનિક કારોને છોડીને તમામ ગાડીઓ મોંધી થઇ છે.

ડાયલિસિસ ઉપકરણ

ડાયલિસિસ ઉપકરણ

ડાયાલિસિસ ઉપકરણો હવે સસ્તા બન્યા છે. જેથી વધુમાં વધુ લોકોને યોગ્ય સમયે ઉપચાર થઇ શકે. અને યોગ્ય ડાયલિસિસથી યોગ્ય નિદાન પણ થાય.

ઘર ખરીદવું

ઘર ખરીદવું

પહેલી વાર ઘર ખરીદનાર લોકોને સરકારે છૂટ આપી છે. 50 લાખથી ઓછી કિંમતના ઘરો પર સરકાર રાહત દર આપશે. 35 લાખ સુધીની હોમલોન પર 50,000ની વધારાની છૂટ છે.

દિવ્યાંગોના સહાયક ઉપકરણ

દિવ્યાંગોના સહાયક ઉપકરણ

દિવ્યાંગોના સહાયક ઉપકરણોને પર સરકારે મોટી છૂટ આપીને એક રીતે દિવ્યાંગોને મોટી મદદ કરી છે.

English summary
Union Budget 2016: Positive and Negative Points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X