For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2018: અરુણ જેટલીના પિટારામાંથી મહિલાઓ માટે શું નીકળ્યું?

કેન્દ્રિય બજેટ 2018માં મહિલાઓ માટે શું છે ખાસ?કોઇ ખાસ મહિલાલક્ષી યોજનાની જાહેરાત નહીંતો પછી મહિલાઓને શું ફાયદો મળશે? વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુરૂવારે દેશના નાણાં મંત્રી અરુણ જેટલીએ પોતાનું 5મુ બજેટ રજૂ કર્યું હતું. પોતાના બજેટમાં તેમણે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. બજેટમાં કહેવામાં આવ્યું કે, ભારત સરકાર 2022 સુધી દરેક ગરીબને ઘર આપશે અને દેશમાં આ વર્ષે 2 કરોડ શૌચાલય બનાવવામાં આવશે, 4 કરોડ ઘરોમાં સૌભાગ્ય વીજળી યોજના હેઠળ વીજળી પહોંચાડવામાં આવશે, જેથી દરેક ગરીબ પાસે એક છત અને ઘરમાં વીજળી હોય. મહિલાઓ માટે ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબ મહિલાઓને 8 કરોડ મફત ગેસ કનેક્શન આપશે. ઉલ્લેખનીય છે કે, ઉજ્જવલા યોજનાની શરૂઆત ગત વર્ષે યુપીના બલિયાથી થઇ હતી.

union budget 2018 women

અરુણ જેટલીએ પોતાના અંતિમ બજેટમાં મહિલા કર્મચારીઓને પણ ભેટ આપી છે. રોજગારના પહેલા 3 વર્ષમાં મહિલાઓની ઇપીએફમાં ભાગીદારી 10 ટકાથી ઘટાડીને 8 ટકા કરવામાં આવી છે. આમાં જે મહિલાઓની આવક ઓછી છે, તેઓ ઓછું ઇપીએફ કપાવી વધુ પૈસા પોતાના ખર્ચ માટે રાખી શકે છે. જો કે, આ બજેટમાં મહિલાઓ માટે કોઇ ખાસ યોજનાની ઘોષણા કરવામાં નથી આવી, પરંતુ સરકારે કહ્યું કે, 70 લાખ નવી નોકરીઓ ઊભી કરવામાં આવશે અને 50 લાક લોકોને નોકરી માટે તૈયાર કરશે સરકાર. અરુણ જેટલીએ આ સાથે જ કહ્યું હતું કે, સરકારનું ધ્યાન મહિલાઓના વિકાસ પર પણ છે.

English summary
Higher take-home pay, free gas connections in rural India in Union Budget 2018 for Indian Women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X