For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

92 વર્ષથી ચાલતી પરંપરા પર મોદીએ લગાવ્યું પૂર્ણવિરામ

By Desk
|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રીમંડળએ એક મહત્વનો નિર્ણય લઇ રેલ બજેટને સામાન્ય બજેટમાં શામેલ કરવાને મંજુરી આપી દીધી છે. એટલે હવે ૨૦૧૭-૧૮ માટે રેલ બજેટ અને સામાન્ય બજેટ સાથે જ રજૂ થશે. પીએમ મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટે બંને બજેટને મર્જ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ સરકારે 92 વર્ષથી ચાલી આવતી પરંપરાને પૂર્ણ કરી નાખી છે. કેબિનેટે બજેટ રજૂ કરવાની તારીખ બદલવાનો પણ નિર્ણય કર્યો છે. હવે 28 ફેબ્રુઆરીની જગ્યાએ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયથી ખોટમાં ચાલી રહેલી રેલ્વે રૂ. 10,000 કરોડ બચાવી શકશે.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Union cabinet cleared the merger of the railway union budget

શું છે નાણામંત્રીનું કહેવું?

નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, 'રેલ્વે બજેટને સામાન્ય બજેટ સાથે રજૂ કરવામાં આવશે. રેલ્વેની ફંક્શનલ ઓટોનોમી યથાવત રહે, એ વાતનું ધ્યાન રાખવામાં આવશે.' સામાન્ય બજેટમાં જ રેલ્વેનો ખર્ચ અને બિન-ખર્ચનો રેકોર્ડ હશે. તો સાથે જ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, 'રેલ્વેને તેનાથી ફાયદો થશે, તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.'

આ કવાયતનો હેતુ રેલ્વેના કામકાજમાં સુધારો લાવીને તેને વધારે કાર્યરત કરવાનો છે. બજેટને સામાન્ય બજેટમાં ભેળવતા રોકડની સમસ્યાનો સામનો કરી રહેલી રેલ્વેને 10,000 કરોડની બચત થશે કારણ કે ત્યારે તેને કેન્દ્રને પ્રોફિટ શેર પાછો આપવો નહીં પડે.

દેશવાસીઓનો મૂડ સર્વેમાં બહાર આવ્યો, કહ્યું બહુ થઇ વાતો...દેશવાસીઓનો મૂડ સર્વેમાં બહાર આવ્યો, કહ્યું બહુ થઇ વાતો...

રેલ બજેટની ૯૨ વર્ષની સફર

બ્રિટિશ શાસનકાળમાં 1924માં રેલ્વે બજેટને સામાન્ય બજેટમાંથી અલગ કરવામાં આવ્યું હતું. ત્યારે એ તર્ક આપવામાં આવ્યો હતો કે, મર્જ કરવામાં આવેલું બજેટ રજૂ કરવાથી રેલ્વેની મુશ્કેલીઓ દૂર નથી થઈ રહી. તે પહેલા બજેટના મર્જર પર વિચાર કરવા માટે બનેલા બિબેક દેબરોય પેનલે તેની નોટમાં કહ્યું હતું કે, 'રેલ્વે બજેટ માત્ર પોપ્યુલર મેઝર્સનું કારણ બની ગયું છે. નવી ટ્રેનો દોડાવવી, નવા રૂટ્સ બનાવવા અને ટ્રેનો લંબાવવાની જાહેરાત કરવામાં આવે છે પરંતુ રેલ્વેના સ્ટ્રક્ચરને લઈને કંઈ નથી કરવામાં આવતું.'

English summary
Big decision by Union Cabinet cleared the merger of the Railway and Union Budget from 2017-18 onwards.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X