For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBIની સ્વતંત્રતાને લઇને GMOની ભલામણો મંજૂર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

cbi
નવી દિલ્હી, 28 જૂન: કેન્દ્રિય મંત્રીમંડળે સીબીઆઇના કામકાજમાં સ્વતંત્રતા લાવવા માટે મંત્રીમંડળની ભલામણોને ગુરૂવારે મંજૂર કરી દિધી છે. ભલામણોમાં સીબીઆઇના નિર્દેશકને વધુ નાણાકીય સત્તાઓ આપવી અને એજન્સીની તપાસોની દેખરેખ માટે સેવાનિવૃત જજોની સમિતિનું નિર્માણ સામેલ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે નાણાં મંત્રી પી ચિદમ્બરમની અધ્યક્ષતાવાળા મંત્રીમંડળે ભલામણો કરી હતી કે સેવાનિવૃત્ત જજોની આ પેનલ બનાવવામાં આવે તો એજન્સી દ્વારા કરવામાં આવતી તપાસની દેખરેખ કરશે જેથી સુનિશ્વિત થઇ શકે જે તપાસ કાર્ય બહારી પ્રભાવથી મુક્ત છે. સમૂહે કહ્યું હતું કે સીબીઆઇના નિર્દેશકે નાણાંકીય સત્તાઓ વધારવામાં આવતાં અને નિર્દેશકની નિયુક્તિ માટે નવું તંત્ર બનાવવામાં આવે. હાલ આ પદ પર કાનૂન મંત્રાલયમાંથી નિયુક્તિ કરવામાં આવશે.

મંત્રીમંડળની ભલામણો હવે આ તે સોગંદનામાનો ભાગ હશે, જે આગામી સપ્તાહના શરૂઆતમાં સુપ્રીમ કોર્ટેમાં દાખલ કરવાનો છે. કેસ સુનાવણી દસ જુલાઇના રોજ થશે. સરકાર સંભવત કોર્ટને રાજ્યસભામાં પેન્ડિંગ લોકપાલ બિલ વિશે પણ સૂચિત કરશે, રાજ્યસભાની પ્રવર સમિતિએ ભલામણ કરી છે કે સીબીઆઇ નિર્દેશકની પસંદગી વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશોના પસંદગી મંડળ દ્વારા થવી જોઇએ. મંત્રીમંડળમાં કાનૂન મંત્રી કપિલ સિબ્બલ, ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદે, વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ અને કાર્મિક રાજ્ય મંત્રી વી નારાયણસામી સામેલ હતા.

English summary
A ministerial group has recommended that the CBI's independence in carrying out investigations should be protected from outside influence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X