For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રિપલ તલાકના બિલને મોદી કેબિનેટે આપી મંજૂરી

યુનિયન કેબિનેેટે ટ્રિપલ તલાકને આપી મંજૂરી રજૂ થયેલ કાયદો જમ્મુ-કાશ્મીર સિવાય દેશભરમાં લાગુ થશે આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

મુસ્લિમ મહિલા(વિવાહ અધિકારોનું સંરક્ષણ) બિલ એટલે કે ત્વરિત ટ્રિપલ તલાક પર તૈયાર કરવામાં આવેલ બિલને કેબિનેટે શુક્રવારે મંજૂરી આપી હતી. વર્તમાનમાં ચાલી રહેલ શિયાળુ સંસદ સત્રમાં સરકાર આ બિલ લાવી શકે છે. રાજનાથ સિંહની અધ્યક્ષાતામાં બનેલ મંત્રી સમૂહે આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ બિલમાં ટ્રિપલ તલાકને અપરાધિક કરવા માટેની જોગવાઇઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વપૂર્ણ નિર્ણયમાં ઇન્સ્ટંટ ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ગણાવ્યું હતું. આ મંત્રી સમૂહમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, નાણાં મંત્રી અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ, પીપી ચૌધરીનો સમાવેશ થાય છે. આ ડ્રાફ્ટમાં કોઇ પણ પ્રકારનો ટ્રિપલ તલાક(બોલીને, લખીને કે ઇમેઇલ, એસએમએસ કે વોટ્સએપ) ગેરકાયદેસર રહેશે. રજૂ કરવામાં આવેલ આ કાયદો જમ્મુ-કાશ્મીર છોડીને સમગ્ર દેશમાં લાગુ થશે.

triple talaq

8 રાજ્યોએ આ બિલને સમર્થન આપ્યું છે, બાકીના રાજ્યોનો જવાબ આપવાનો બાકી છે. કાયદા મંત્રાયલે ટ્રિપલ તલાક પર રોક લગાવવા માટે દંડનીય અને બિન-જામીનાત્ર અપરાધ ઘોષિત કરવા માટે પણ તમામ રાજ્યો પાસે સલાહ માંગવામાં આવી હતી. ડ્રાફ્ટ બિલમાં ટ્રિપલ તલાક આપનાર દોષીઓને ત્રણ વર્ષ સુધીની સજા અને દંડ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવશે. પીડિત મુસ્લિમ મહિલાને ગુજારા ભથ્થાનો અધિકાર અને સગીર બાળકોની કસ્ટડી આપવાનો પણ પ્રસ્તાવ છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ માસમાં ત્રણ તલાકને ગેરબંધારણીય ઠરાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આ અંગે રિપોર્ટ આપવાનું પણ કહ્યું હતું. ઓગસ્ટ માસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશભરમાંથી ટ્રિપલ તલાકના 37 મામલાઓ સામે આવ્યા હતા.

English summary
Union Cabinet clears triple talaq bill draft introduce in winter session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X