For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયલ નિશંકની તબિયત બગડી, એઈમ્સમાં કરાયા ભરતી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડ્યા બાદ તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડ્યા બાદ તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. સોમવારે એઈમ્સ પ્રશાસને જણાવ્યુ છે કે હાલમાં જ કોરોનાથી રિકવર થયેલ રમેશ પોખરિયાલને પોસ્ટ કોવિડ કૉમ્પ્લીકેશન એટલે કે કોરોના સંક્રમણ બાદ થતી મુશ્કેલીઓ છે. એઈમ્સમાં ડૉક્ટરોની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ એપ્રિલમાં કોરોના સંક્રમિત થયા હતા.

ramesh pokhriyal nishank

21 એપ્રિલે તેમણે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપીને લખ્યુ હતુ - મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હું ડૉક્ટરોની સલાહ અનુસાર દવા અને ઈલાજ લઈ રહ્યો છુ. ઈલાજ બાદ નિશંક કોરોનાથી રિકવર પણ થઈ ગયા હતા. હાલના દિવસોમાં તેમની તબિયત સારી જણાવાઈ હતી પરંતુ હવે તેમને ઘણી ફરિયાદો થઈ છે. તમને જણાવી દઈએ કે કોરોના શરીરના ઘણા ભાગો પર અસર છોડે છે એવામાં કોરોનાથી રિકવર થયા બાદ ઘણા બધા લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે દેશ

દેશ હાલમાં કોરોના મહામારીની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. છેલ્લા 2 મહિના એપ્રિલ અને મેમાં દેશમાં રેકૉર્ડ સંખ્યામાં કેસ આવ્યા છે અને મોત થયા છે. માત્ર મે મહિનામાં જ કોરોનાના 90 લાખથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા. આ પહેલા એપ્રિલ મહિનામાં લગભગ 70 લાખ નવા કેસ સામે આવ્યા. જે આખી દુનિયામાં સૌથી વધુ છે. કોરોનાથી મે મહિનામાં એક લાખ વીસ હજારથી વધુ લોકોના જીવ ગયા. એપ્રિલમાં કોરોનાથી 48 હજારથી વધુ મોત થયા. આ સરકારી આંકડા છે જેના માટે ઘણા વિશેષજ્ઞો એ પણ દાવો કરી રહ્યા છે કે આ વાસ્તવિક મોતથી ઘણા ઓછા છે.

English summary
Union Education Minister Dr Ramesh Pokhriyal Nishank admitted to AIIMS due to post COVID complications
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X