• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું બેંગ્લોરમાં નિધન, નેશનલ કોલેજમાં રખાશે પાર્થિવ દેહ

|

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું આજે બેંગ્લોરમાં નિધન થઈ ગયું છે. લાબા સમયથી તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેઓ લંડનથી સારવાર કરાવીને પરત ફર્યા હતા, પરંતુ આજે સવારે એમનું નિધન થયું. અનંત કુમારના મૃતદેહને બેંગ્લોરની નેશનલ કોલેજમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અનંત કુમારના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. એમણે ટ્વીટ કરીને લખ્યું કે, અનંત કુમાર કુશળ પ્રશાસક હતા, એમણે કેટલાંય મહત્વપૂર્ણ મંત્રાલય સફળતાપૂર્વક સંભાળ્યાં, તેઓ ભારતીય જનતા પાર્ટી માટે રત્ન હતા. કર્ણાટક અને ખાસ કરીને બેંગ્લોરમાં પાર્ટીને મજબૂત કરવા માટે તેમણે બહુ મહેનત કરી હતી. તેઓ પોતાના સંસદીય ક્ષેત્રના લોકો માટે હંમેશા ઉપલબ્ધ રહેતા હતા.

રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું

અનંત કુમારના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. એમણે અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ સાંસદ અનંત કુમારના નિધનના અહેવાલ સાંભળીને હું બહુ દુઃખી છું. આ લોકો માટે, દેશ માટે અને મુખ્ય રૂપે કર્ણાટક માટે ભારે નુકસાન સમાન છે. મારી સંવેદના પરિવાર, સાથીઓ અને અનંતકુમારના સમર્થકો સાથે છે.

અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે અનંત કુમાર એક સારા પ્રશંસક હતા, એમણે કેટલાંય મંત્રાલયસ સંભાળ્યાં, એમના નિધન બાદ ભાજપ અને દેશની રાજનીતિમાં એક કમી આવશે જેને કોઈ પૂરી નહિ કરી શકે. ભગવાન એમના પરિવાર અને સમર્થકોને આ દુઃખના સમયે હિંમત આપે. મારી સંવેદનાઓ તેમની સાથે છે.

રક્ષામંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

રક્ષામંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

રક્ષામંત્રી નિર્મલા સીતારમણે દુઃખ વ્યક્ત કર્યું છે. એમણે કહ્યું કે અનંત કુમારના નિધનના સમાચાર દુઃખદ છે.

રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

અનંત કુમારના નિધન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું કે અનંત કુમારના નિધનના સમાચાર સાંભળીને દુઃખી છું, મારી સંવેદનાઓ એમના પરિવાર અને મિત્રો સાથે છે. ભગવાન એમની આત્માને શાત આપી, ઓમ શાંતિ.

એચડી કુમાર સ્વામીઓ શોક વ્યક્ત કર્યો

એચડી કુમાર સ્વામીઓ શોક વ્યક્ત કર્યો

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે મેં એક સારો મિત્ર ગુમાવી દીધો, તેઓ મૂલ્યો પર ચાલનાર નેતા હતા, જેમણે દેશમાં સાંસદ તરીકે અને કેન્દ્રીય મંત્રી તરીકે વિશેષ યોગદાન આપ્યું. એમની આત્માને ભગવાન શાંતિ આપે અને પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન કરવાની હિંમત આપે.

સદાનંદ ગૌડા બોલ્યા, મારા સારા મિત્ર હતા

સદાનંદ ગૌડા બોલ્યા, મારા સારા મિત્ર હતા

અનંત કુમાર છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા, જે બાદ એણનું નિધન થઈ ગયું. એમના નિધનના અહેવાલ સામે આવતા જ દરેક બાજુ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે હું આશ્ચર્યચકિત છું, ભરોસો નથઈ કરી શકતો, મારા મિત્ર, ભાઈ અનંત કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. જણાવી દઈએ કે અનંત કુમાર પાસે બે હમત્વનાં મંત્રાલય હતાં.

ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો

ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો

ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ અનંત કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ સમાચાર સાંભળીને આઘાતમાં છું, તેઓ કદાવર નેતા હતા, જેમણે દેશની સેવા પોતાની પૂરી ક્ષમતાથી કરી. લોકોની સેવાનું ઝનૂન હતું, આ દુઃખદ સમયે હું તેમના પરિવારના સભ્યો માટે સંવેદના વ્યક્ત કરું છું.

અનંત કુમાર વિશે

અનંત કુમાર વિશે

અનંત કુમારને કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રાલયની જવાબદારી મે 2014માં આપવામાં આવી હતી, જ્યારે જુલાઈ 2016માં એમને સંસદીય કાર્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. વર્ષ 1996 સુધી અનંત કુમાર બેંગ્લોર દક્ષિણ લોકસભા સીટથી સાંસદ રહ્યા. એમનો જન્મ 22 જુલાઈ 1959માં બેંગ્લોરમાં થયો હતો અને તેમણે કેએસ આર્ટ્સ કોલેજથી બીએનો અભ્યાસ કર્યો હતો. જે બાદ એમણે એલએલબીનો અભ્યાસ કર્ણાટક વિશ્વવિદ્યાલયના જેએસએસ લૉ કોલેજથી કર્યો હતો. અનંત કુમારની બે દીકરીઓ છે, જેમનું નામ ઐશ્વર્યા અને વિજેતા છે, અને તેમની પત્નીનું નામ તેજસ્વિની છે.

ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન, સુરક્ષા માટે સવા લાખ જવાન તહેનાત ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન, સુરક્ષા માટે સવા લાખ જવાન તહેનાત

English summary
Union Minister Ananth Kumar passed away at the age of 59, in Bengaluru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X