For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો વિવાદમાં વિરાટ-અનુષ્કાના સપોર્ટમાં આવ્યા કિરણ રિજિજુ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેની પત્ની અનુષ્કા રસ્તા પર કચરો ફેંકી રહેલા એક વ્યક્તિને સલાહ આપી રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેની પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા રસ્તા પર કચરો ફેંકી રહેલા એક વ્યક્તિને સલાહ આપી રહ્યા હતા. કોહલીએ આ વીડિયોને અપલોડ કરતી વખતે સંદેશ આપ્યો હતો કે રસ્તા પર કચરો ફેંકનારાને આ રીતે પાઠ ભણાવવાની જરૂર છે. જો કે આ વીડિયોમાં કચરો ફેંકનાર વ્યક્તિ અને તેની મા એ પણ સોશિયલ મીડિયા દ્વારા વિરુષ્કા પર નિશાન સાધતા તેમના પર સસ્તી લોકપ્રિયતા મેળવવા આ પ્રકારની યુક્તિઓ અજમાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે આ મામલે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કોહલીનું સમર્થન કર્યુ છે.

કિરણ રિજિજુએ કર્યુ વિરાટ અને અનુષ્કાનું સમર્થન

કિરણ રિજિજુએ કર્યુ વિરાટ અને અનુષ્કાનું સમર્થન

કિરણ રિજિજુએ ટ્વિટ કરીને કહ્યુ, "વિરાટ અને અનુષ્કાને પબ્લિસિટીની જરૂર છે? તે નીજતાની લાલચ રાખે છે? આ આપણુ આચરણ અને આપણી માનસિકતા દર્શાવે છે. સામાજિક ભાવના અને નૈતિક વ્યવહાર આપણી પાસે ધન અને શિક્ષા સાથે નથી આવતુ. આવો ભારતને સાફ રાખીએ."

કોહલી દ્વારા અપલોડ કરાયેલા વીડિયો પર વિવાદ

કોહલી દ્વારા અપલોડ કરાયેલા વીડિયો પર વિવાદ

કોહલી દ્વાર અપલોડ કરાયેલ આ વીડિયોનો જવાબ આપતા અરહાને પોતાની પોસ્ટમાં એક ડિસ્કલેમર સાથે પોતાની વાતની શરૂઆત કરી અને કહ્યુ કે મારી આ પોસ્ટ લખવા પાછળ મારો કોઈ પ્રકારની લોકપ્રિયતા કમાવાનો ઈરાદો નથી. વળી આગળ લખ્યુ કે, "હું મારી ભૂલ પર શરમ અનુભવુ છું પરંતુ તે કચરો મારી ગાડીમાંથી ભૂલથી બહાર નીકળ્યો છે પરંતુ જે રીતે અનુષ્કા બૂમો પાડી રહી હતી તે કચરો તેનાથી ઓછો ગંદો છે."

વિરાટ-અનુષ્કા પર સસ્તી લોકપ્રિયતા મેળવવાનો આરોપ

વિરાટ-અનુષ્કા પર સસ્તી લોકપ્રિયતા મેળવવાનો આરોપ

કચરો ફેંકનાર વ્યક્તિ અરહાન સિંહની મા ગીતાંજલિ એલિઝાબેથે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ હતુ કે સફાઈ અભિયાનના નામ પર સસ્તી લોકપ્રિયતા મેળવવાના સ્ટંટ અમે નથી કરી શકતા. વિરાટ અને અનુષ્કા, તમે બંનેએ મારા દીકરા વિશે વીડિયો અપલોડ કરીને નીજતાના બેઝિક અધિકારનું ઉલ્લંઘન કર્યુ છે.

English summary
union minister kiren rijiju backs virat anushka in litter video controversy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X