For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ઈન્દિરા ગાંધીએ અનામત વિના પોતાને સાબિત કર્યા': નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરી છે. આ પહેલા પણ નીતિન ગડકરી પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની પ્રશંસા કરી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરી છે. આ પહેલા પણ નીતિન ગડકરી પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની પ્રશંસા કરી ચૂક્યા છે. નીતિન ગડકરીએ મહિલા અનામત મુદ્દે કહ્યુ કે ઈન્દિરા ગાંધીએ અન્ય પુરુષ નેતાઓથી સારુ કામ કર્યુ. નીતિન ગડકરીએ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સના કાર્યક્રમમાં આ વાતો કહી.

nitin gadkari

નીતિન ગડકરીએ કહ્યુ કે તે મહિલા અનામતના વિરોધમાં નથી પરંતુ જે જાતિ-ધર્મ આધારિત રાજકારણના વિરોધમાં છે. નીતિન ગડકરીએ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે આ મહિલા નેતાઓએ રાજકારણના ક્ષેત્રમાં સારુ કાર્ય કર્યુ અને અનામત વિના પોતાને સાબિત કર્યા.

ગડકરીએ કહ્યુ કે જાતિ-ધર્મના નામ પર રાજકારણ કરવુ ખોટુ છે, તે આના વિરોધમાં છે. તેમણે કહ્યુ કે જાતિ-ધર્મના આધાર પર કોઈ વ્યક્તિ સારો નથી હોતો પરંતુ તેની સમજ અને જ્ઞાનના આધાર પર તેને આંકવામાં આવે છે. તેમણે કહ્યુ કે શું કોઈએ ક્યારેય સાંઈ મહારાજનો ધર્મ પૂછ્યો કે પછી કોઈએ પૂછ્યુ કે છત્રપતિ શિવાજી મહારાજની જાતિ શું હતી?

આ પણ વાંચોઃ બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' નું પહેલુ પોસ્ટર રિલીઝ, મોદી લુકમાં વિવેકઆ પણ વાંચોઃ બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' નું પહેલુ પોસ્ટર રિલીઝ, મોદી લુકમાં વિવેક

English summary
union minister nitin gadkari praises indira gandhi on women reservation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X