For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક મંદી વચ્ચે બોલ્યા ગડકરી- જલદી જ મોટા ફેસલા લેવા પડશે

આર્થિક મંદી વચ્ચે બોલ્યા ગડકરી- જલદી જ મોટા ફેસલા લેવા પડશે

|
Google Oneindia Gujarati News

નાગપુરઃ દેશ આર્થિક મંદીના કાળા કહેરમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા પર પડકારજનક સ્થિતિનો સામનો કરવા માટે જલદીમાં જલદી મોટાં પગલાં લેવાં પડશે. આની પાછળું સૌથી મોટું કારણ રોકડની કમી છે. જણાવી દઈએ કે આર્થિક મંદીને કારણે વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પર હુમલો બોલી રહી છે. સરકાર પર આરોપ લાગી રહ્યો છે કે તેઓ અર્થવ્યવસ્થાને બદલે અન્ય મુદ્દાઓ પર વધુ ધ્યાન આપી રહી છે.

શું બોલ્યા ગડકરી

શું બોલ્યા ગડકરી

હવે આના પર રસ્તા, પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રીએ કહ્યું કે, મેં રિષ્ઠ અધિકારીઓને મારા ઘરે બોલાવ્યા અને કહ્યું છે કે કેટલાક મામલા માત્ર 89 હજાર રૂપિયાના જ છે. હું તમને એમ નહિ કહું કે શું કરવાનું છે, હું બસ તમને એટલું કહી શકું કે અર્થવ્યવસ્થા હાલ પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. રોકડની કમી છે અને જલદીમાં જલદી ફેસલા લેવા પડશે.

સીએએના સમર્થનમાં રેલી

સીએએના સમર્થનમાં રેલી

ગડકરીએ આ વાત નાગપુરમાં એક રેલી દરમિયાન કહી. આ રેલી એનડીએ સરકારે સિટિઝન એમેડમેન્ટ એક્ટના સમર્થનમાં આયોજિત કરી હતી. જે અંતર્ગત ઉત્પીડનના શિકાર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનું પ્રાવધાન છે. આ રેલીનું સમર્થ ભાજપની સાથોસાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ કર્યું છે.

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

પોતાના સંબોધનમાં ગડકરીએ જોર આપતા કહ્યું કે સરકારની ચિંતા ઘુસણખોરોને લઈને હતી. તેમણે કહ્યું કે સરકારનો આ ફેસલો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ઉત્પીડનના શિકાર થઈ આવતા લઘુમતીઓને ન્યાય આપવા માટે હતો. આ કાનૂન ભારતના મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ નથી. અમે મુસ્લિમોને ભારતથી બહાર મોકલવાની વાત નથી કરી રહ્યા. કેન્દ્રીય મંત્રીએ આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર ખોટી જાણકારી ફેલાવવાનો અને વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

19 વર્ષોથી દર વખતે હાર્યા છે ઝારખંડના મુખ્યમંત્રી, શું રઘુવર દાસ તોડી શકશે આ પરંપરા?19 વર્ષોથી દર વખતે હાર્યા છે ઝારખંડના મુખ્યમંત્રી, શું રઘુવર દાસ તોડી શકશે આ પરંપરા?

English summary
union minister nitin gadkari said he told officers to take quick steps for indian economy who is going through a challenging situation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X