For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આજે જી20 દેશોના મંત્રીઓની બેઠકને કરશે સંબોધિત

કેન્દ્રીય સૂચના પ્રૌધોગિકી મંત્રી રવિશંકર પ્રસાદ આજે જી20 દેશોના મંત્રીઓની બેઠકને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય સૂચના પ્રૌધોગિકી મંત્રી રવિશંકર પ્રસાદ આજે જી20 દેશોના મંત્રીઓની બેઠકને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા આ વર્ષના મે મહિનામાં જી-20 દેશોના ડિજિટલ ઈકોનૉમી ટાસ્ક ફોર્સની બેઠક થઈ હતી જેમાં કોરોના વાયરસ સામે લડવા માટે ડિજિટલ ટેકનિકનો લાભ ઉઠાવવા પર સંમતિ દર્શાવવામાં આવી હતી. બેઠકમાં ભારતનુ પ્રતિનિધિત્વ કેન્દ્રીય કાયદા, સંચાર, ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે જ કર્યુ હતુ.

 વિશ્વ સામે એક આદર્શ છબી રજૂ કરી

વિશ્વ સામે એક આદર્શ છબી રજૂ કરી

પોતાના એ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે કોરોના મહામારીના વધતા સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર તરફથી લેવામાં આવેલા પગલાએ વિશ્વ સામે એક આદર્શ છબી રજૂ કરી છે. રવિશંકર પ્રસાદે કહ્યુ કે ડિજિટલાઈઝેશનનો આવતો ફેઝ આ અનુપ્રયોગો વિશે છે જે આજીવિકાને પ્રભાવિત કરશે. વિવિધ ક્ષેત્રોમાં તેજી લાવશે, આ જી 20 દેશોની જવાબદારી છે કે સંકટની આ ઘડીમાં તે સમાજ સામે એક સારી અને આદર્શ છબી રજૂ કરે અને એ કરે જે જનહિતમાં હોય.

મહામારી સામે લડવાની સામૂહિક પ્રતિબદ્ધતા

તમને જણાવી દઈએ કે 18 જુલાઈ 2020ના રોજ કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે જી-20 નાણામંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો જેમાં તેમણે કહ્યુ હતુ કે જી-20ની કાર્યવાહી યોજના કોવિડ-19 મહામારી સામે લડવાની સામૂહિક પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

સમાજ માટે એક આદર્શ ઉદાહરણ

સમાજ માટે એક આદર્શ ઉદાહરણ

વળી, તેમણે કહ્યુ કે જી-20 કાર્યયોજનામાં આરોગ્ય પ્રતિક્રિયા, આર્થિક પગલાં, મજબૂત અને સતત રિકવરી અને આંતરરાષ્ટ્રીય આર્થિક સમન્વયના સ્તંભો હેઠળ સામૂહિક પ્રતિબદ્ધતાઓી એક સૂચિ સામે રાખવામાં આવી છે, આ સમાજ માટે એક આદર્શ ઉદાહરણ છે.

ગાઝિયાબાદમાં પત્રકારનુ મોત, દીકરીઓ સામે બદમાશોએ મારી હતી ગોળીગાઝિયાબાદમાં પત્રકારનુ મોત, દીકરીઓ સામે બદમાશોએ મારી હતી ગોળી

English summary
Union Minister of Information Technology Ravi Shankar Prasad to address the G20 Digital Minister’s meeting today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X