યુપીમાં કોંગ્રેસ હારેલી બાજી રમી રહી છે: સ્મૃતિ ઈરાની
દેશમાં રાજનૈતિક રૂપે સૌથી મહત્વનું રાજ્ય ઉત્તરપ્રદેશની 80 લોકસભા સીટો અંગે રાજનૈતિક દળોમાં ધમાસાણ ખુબ જ વધી ગયું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે તેઓ ઉત્તરપ્રદેશમાં હારેલી બાજી રમી રહ્યા છે. મને મારી જીત પર પૂરો વિશ્વાસ છે. આ અમેઠીના લોકોની જીત હશે. આપને જણાવી દઈએ કે અમેઠીમાં સતત બીજી વાર સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહી છે. વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં તેમને હાર મળી હતી.
એક ન્યુઝ એજેન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું એક સામાન્ય પાર્ટી કાર્યકર્તા છું, ભલે હું પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ ધરાવતી સરકારમાં કામ કરું છું. કોંગ્રેસ યુપીમાં હારેલી બાજી લડી રહી છે. અમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એટલી જોરદાર ટક્કર આપી કે તેમને સાચે જ ભાગી જવું પડ્યું. અમેઠી હવે તેમના માટે એક સુરક્ષિત સીટ નથી, જે બતાવે છે કે ભાજપ માટે કેટલો સારો માહોલ છે.
ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, મોદી-શાહ વિરુદ્ધની ફરિયાદો 6 મે સુધીમાં નિપટાવે
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની લડાઈ નથી પરંતુ જનતા અને 'લાપતા સાંસદ' વચ્ચે થઇ રહેલી વાસ્તવિક લડાઈ છે. તેમને કહ્યું કે રાહુલ ગાંધી 5 વર્ષ સુધી ગાયબ રહ્યા અને ચૂંટણી પ્રચાર માટે પણ અમેઠીમાં જોવા નથી મળી રહ્યા. તેમને સંસદમાં અમેઠી વિશે પણ કઈ નથી કહ્યું. પ્રિયંકા ગાંધીના આવારા પશુઓ અંગે આપવામાં આવેલા નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ તેમનો સાચો ચહેરો છે. તેઓ દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના પ્રમુખની બેઇજ્જતી કરી રહ્યા છે. તેમને ગોરખનાથ મઠના અધ્યક્ષનું અપમાન કર્યું છે.
ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર: શંકરસિંહ વાઘેલા