For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજળી ચોરીના કેસમાં દિલ્હી હાઈકોર્ટે શખ્સને સંભળાવી અનોખી સજા, 50 ઝાડ લગાવવાં પડશે

દિલ્હી હાઈકોર્ટે વિજળી ચોરી કરનાર એક શખ્સને એવી સજા સંભળાવી છે જેને સાંભળી તમે દંગ રહી જશો. અદાલતે શક્સની સજા ખતમ કરવા પર સંમતિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે વિજળી ચોરી કરનાર એક શખ્સને એવી સજા સંભળાવી છે જેને સાંભળી તમે દંગ રહી જશો. અદાલતે શક્સની સજા ખતમ કરવા પર સંમતિ આપતા તેને સામુદાયિક સેવા તરીકે 50 ઝાડ રોપવાનો આદેશ આપ્યો. સાથે જ હાઈકોર્ટે એમ પણ કહ્યું કે આરોપીને 50 ઝાડ એક મહિનામાં જ રોપવા પડશે અને તેનો રિપોર્ટ ઉપ-વન સંરક્ષક સમક્ષ રજૂ કરવાનો રહેશે.

50 ઝાડ લગાવવાની શરતે વિજળી ચોરીનો કેસ ખતમ થશે

50 ઝાડ લગાવવાની શરતે વિજળી ચોરીનો કેસ ખતમ થશે

ન્યાયમૂર્તિ સંજીવ સચદેવાએ આરોપીને વન વિભાગના ઉપસંરક્ષક (પશ્ચિમ)ની દેખરેખમાં સેન્ટ્ર રિજ રિઝર્વ વન, બુદ્ધ જયંતી પાર્ક, વંદેમાતરમ માર્ગમાં ઝાડ લગાવવાનો આદેશ આપ્યો. ન્યાયાલયે કહ્યુ્ં કે ઝાડની લંબાઈ ઓછામાં ઓછી છ ફીટ અને આયુ સાડા ત્રણ વર્ષ હોવી જોઈએ.

ઝાડની તસવીરો પાડી કોર્ટમાં જમા કરાવવી પડશે

ઝાડની તસવીરો પાડી કોર્ટમાં જમા કરાવવી પડશે

અદાલતે વ્યક્તિ અને ડીસીએફને આદેશના અનુપાલન પર એક શોગંધનામું દાખલ કરવા કહ્યું. કહ્યું કે ડીસીએફ પેડ લગાવતા પહેલા અને તે બાદની તસવીરો ખેંચે અને સોગંધનામા સાથે કોર્ટમાં દાખલ કરે. અદાલતે વ્યક્તિની એ અરજી પર આ આદેશ આપ્યો છે જેમાં તેણે વિજળી ચોરીના અપરાધ માટે તેની વિરુદ્ધ આરોપ નક્કી કરવાને પડકાર ફેંક્યો હતો.

વિભાગે ચોરી કરતાં રંગે હાથે પકડ્યો હતો

વિભાગે ચોરી કરતાં રંગે હાથે પકડ્યો હતો

વિજળી વિભાગે ફરિયાદ નોંધાવી હતી કે વ્યક્તિ વિજળી ચોરી કરતાં પકડાયો હતો. વિજળીનો એક તાર તેની દુકાન બહાર લાગેલ સરકારી થાંભલા સાથે સીધી જોડાયેલ મળી હતી. હાઈકોર્ટે વ્યક્તિ વિરુદ્ધ આરોપ નક્કી કરનાર નિચલી અદાલતના આદેશને રદ્દ કરી દીધો અને તને વિજળી કાનૂન અંતર્ગત અપરાધ મુક્ત કરી દીધા. જ્યારે આરોપીનું કહેવું હતું કે તેણે દુકાન ભાડા પર આપી હતી અને ભાડું ન મળવા પર વિજળીનું કનેક્શન કાપી નાખ્યું હતું. આ કારણે ભાડૂત દુકાનદારે ચોરીથી વિજળી ચલાવી રહ્યો હતો. આ શખ્સ અને વિજળી કંપની વચ્ચે મામલો મધ્યસ્થતા દ્વારા 18 હજાર રૂપિયામાં નિપટી ગયો હતો.

<strong>આ પાંચ બેન્કમાં છે તમારી FD, તો તાત્કાલિક ચેક કરો, વ્યાજદર ઘટ્યા છે </strong>આ પાંચ બેન્કમાં છે તમારી FD, તો તાત્કાલિક ચેક કરો, વ્યાજદર ઘટ્યા છે

English summary
unique punishment by delhi high court to power theft, will have to plant 50 tree
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X