For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Unlock 1: આ શરત સાથે દેશમાં ખુલશે ધાર્મિક સ્થળ, આ વાતોનું ધ્યાન રાખવું પડશે

Unlockd 1: આ શરત સાથે દેશમાં ખુલશે ધાર્મિક સ્થળ, આ વાતોનું ધ્યાન રાખવું પડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 8 જૂન એટલે કે આજથી દેશમાં ધાર્મિક સ્થળ ખોલવાની મંજૂરી મળી ગઈ છે. દેશભરમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા વગેરે બધું જ ખોલી મૂકવામાં આવ્યા છે. મંદિર ખુલતાની સાથે જ લોકોની ભીડ જોવા મળી છે. દિલ્હીના કાલકા જી મંદિરમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી ગઈ. જો કે સરકારે કેટલીક શરતો સાથે મંદિર અને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. જ્યાં દિલ્હીમાં મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જવા મળી જ્યારે લખનઉમાં મસ્જિદમાં લોકોએ નમાજ અદા કરી.

દેશભરમાં આજથી ધાર્મિક સ્થળ ખુલ્યા

દેશભરમાં આજથી ધાર્મિક સ્થળ ખુલ્યા

કેન્દ્ર સરકાર તરફથી મંદિરો, મસ્જિદો અને ધાર્મિક સ્થળ ખોલવાને લઈ નવી ગાઇડલાઇન અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરી છે. ધાર્મિક સ્થળો પર જેનું પાલન કરવું અનવાર્ય છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ SOP મુજબ મંદરમાં હવે તમને પ્રસાદ નહિ મળે અને પવિત્ર જળનો છંટકવ પણ નહિ થાય. લોકોને ભગવાનને અડવાની છૂટ નહિ મળે. તેમજ નમાજ અદા કરતી વખતે યોગ્ય દૂરી રાખવી પડશે.

આ શરતો સાથે મંદિર ખુલ્યા

આ શરતો સાથે મંદિર ખુલ્યા

કેન્દ્ર સરકરે જાહેર કરાયેલ નવી SOP મુજબ 8 જૂનથી મંદિર અને ધાર્મિક સ્થળ ખુલી ગયા છે. મંદિરમાં પ્રવેશ માટે તમારે માસ્ક પહેરવું પડશે. મંદિર પ્રાંગણમાં પ્રવેશ પહેલા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે. જ્યારે ભક્તો અને શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. એટલું જ નહિ મંદિરમાં પ્રવેશ માટે તમારી પાસે આરોગ્ય સેતુ એપ પણ હવી જોઈએ.

ધાર્મિક સ્થળો માટે નવી ગાઇડલાન

ધાર્મિક સ્થળો માટે નવી ગાઇડલાન

  • મંદિરમાં ભક્તોને પ્રસાદ નહિ મળે
  • મંદિરમાં પ્રવેશ માટે શ્રદ્ધાળુઓનું થર્મલ સ્ક્રીનિંગ ફરજીયાત છે.
  • મંદિરમાં કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે જાગરુકતાવાળા પોસ્ટર અને સંદેશા લગાવવા પડશે.
  • મંદિરોમા શ્રદ્ધાળુઓની સંખ્યા નિશ્ચિત હશે.
  • તમે તમારા જૂતાં- ચપ્પલ બહાર ઉતારી નહિ શકો.
  • કાં તો તમારે જૂતા-ચપ્પલ ગાડીમાં ઉતારવાં પડશે અથવા તો યોગ્ય દૂરી સાથે અલગ રાખવાં પડશે.
  • મંદિરોમાં શ્રદ્ધાળુઓની લાઈન માટે યોગ્ય દૂરી માર્ક કરવું પડશે.
  • ભક્તો ભગવાનની મૂર્તિ નહિ અડી શકે.
  • મંદિરમાં તમને પવિત્ર પ્રસાદ કે પવિત્ર જળ નહિમળે.
  • મંદિરો અને ધાર્મિક સ્થળોમાં પ્રવેશ અને એક્ઝિટ અલગ અલગ રાખવાં પડશે.
  • મંદિરોમાં ભજન અને ગાયન મંડળી પર પ્રતિબંધ રહેશે.
  • મંદિરોમાં પૂજા માટે તમારે તમારા ઘરમાથી આસન લાવવા પડશે.
  • મંદિર અને મંદિર પ્રટાંગણને દિવસમાં કેટલીયવાર ધોવું પડશે.
  • જો મંદિરમાં એસી લાગેલું હોય તો તેનું તાપમાન 24થી 30 ડિગ્રી વચ્ચે રાખવું પડશે.

સોમવારથી દેશમાં ખુલશે ધાર્મિક સ્થળ, મૉલ અને રેસ્ટોરાંસોમવારથી દેશમાં ખુલશે ધાર્મિક સ્થળ, મૉલ અને રેસ્ટોરાં

English summary
Unlock 1 guideline in Gujarati: will have to wash temple many times in a day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X