For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ ગેંગરેપઃ મુખ્ય સાક્ષીના શબને કબરમાંથી કાઢી કરાશે પોસ્ટમોર્ટમ

ઉન્નાવ દુષ્કર્મ સાથે જોડાયેલા મામલે મુખ્ય સાક્ષીના મોતના કારણોની તપાસ માટે કબરમાંથી કાઢીને તેના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ઉન્નાવ દુષ્કર્મ સાથે જોડાયેલા મામલે મુખ્ય સાક્ષીના મોતના કારણોની તપાસ માટે કબરમાંથી કાઢીને તેના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મામલાની તપાસ કરી રહેલા ક્ષેત્રાધિકારી સફીપુરે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યુ કે શબનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. આ પોસ્ટમોર્ટમ ક્યારે થશે એ વિષયમાં તેમણે કોઈ જાણકારી આપી નથી. દુષ્કર્મ પીડિતાના પિતા સાથે થયેલી મારપીટની ઘટનાને નજરે જોનાર સાક્ષી યુનૂસ ખાન નાનાનું મોત થઈ ગયુ હતુ. આ અંગે દુષ્કર્મ પીડિતાના કાકાએ જિલ્લાધિકારી તેમજ પોલિસ અધિક્ષકે પોલિસ અધિક્ષકને પત્ર લખીને શબનું પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી.

કેસની ગંભીરતાને જોતા લેવાયો નિર્ણય

કેસની ગંભીરતાને જોતા લેવાયો નિર્ણય

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ શબનું પોસ્ટમોર્ટમ કરાયા વિના દફન કરવા મામલે ટીકા કરી હતી. સીબીઆઈએ પણ આ અંગે ડીજીપીની પૂછપરછ કરી હતી. મામલાની ગંભીરતાને જોતા ડીજીપીએ સીબીઆઈને ઘટનાની જાણકારી આપી. કાયદાકીય સલાહ સૂચન કરાયા બાદ શબનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એડીજી લખનઉ ઝોને પોલિસ અધિક્ષકને યુનૂસ ખાનના શબને કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ કરવવાનો નિર્દેશ આપ્યો. આ અંગે પોલિસ અધિક્ષકે જિલ્લાધિકારીની પરવાનગી માંગી છે. વિવાદ અધિકારી સફીપુર ક્ષેત્રીય અધિકારીએ જણાવ્યુ કે શબનું પોસ્ટમોર્ટમ કરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી તારીખ નિશ્ચિત કરવામાં આવી નથી. જિલ્લાધિકારી કાર્યાલયે પણ જણાવ્યુ કે પોલિસ અધિક્ષકનો પત્ર આવ્યો હતો. આ અંગે પોલિસ અધિક્ષક સાથે વાતચીત કરવાની કોશિશ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃIPL ભ્રષ્ટાચારની તપાસ કરનાર અધિકારીનો દાવો, રાજ કુંદ્રાના બુકી સાથે સંબંધઆ પણ વાંચોઃIPL ભ્રષ્ટાચારની તપાસ કરનાર અધિકારીનો દાવો, રાજ કુંદ્રાના બુકી સાથે સંબંધ

ઉન્નાવ ગેંગરેપ કેસ ફરીથી ચર્ચામાં

ઉન્નાવ ગેંગરેપ કેસ ફરીથી ચર્ચામાં

આ કેસમાં આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર દુષ્કર્મ પીડિતાના કાકાએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ છે કે જેલમાં રહીને ધારાસભ્યએ મુખ્ય સાક્ષીની હત્યા કરાવી દીધી છે. આ અંગે દુષ્કર્મ પીડિતાના કાકાએ પોલિસ અધિક્ષકને એક ફરિયાદ પત્ર આપ્યો છે. આ બાબતે કહેવામાં આવ્યુ છે કે જે મુખ્ય સાક્ષીની હત્યા કરી દેવામાં આવી છે તેને પોસ્ટમોર્ટમ કર્યા વિના જ દફનાવી દેવામાં આવ્યો છે.

દુષ્કર્મ પીડિતાના પિતાનું મોત

દુષ્કર્મ પીડિતાના પિતાનું મોત

ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ પીડિતાના પિતા સાથે ગામમાં જ ધારાસભ્યના ભાઈ અતુલ સિંહ તેમજ તેના સાથીઓએ મારપીટ કરી હતી. જેના કારણે દુષ્કર્મ પીડિતાના પિતા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ દુષ્કર્મ પીડિતાના પિતાનું બાદમાં મોત થઈ ગયુ હતુ. ત્યારબાદ થયેલા હોબાળામાં પ્રશાસને પહેલા એસઆઈટીની રચના કરી હતી બાદમાં કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈએ જે 400 લોકોની પૂછપરછ કરી હતી તેમાં મૃતક યુનૂસ ખાન પણ શામેલ હતો. દુષ્કર્મ પીડિતાના કાકા અનુસાર યુનૂસ ખાન મારપીટની ઘટનાનો મુખ્ય સાક્ષી હતો જેની હત્યા જેલની અંદર રહીને ભાજપ ધારાસભ્યએ કરાવી દીધી. જેના શબને પોલિસ વિભાગે કબરમાંથી બહાર કાઢવાની છે જેથી તેનું પોસ્ટમોર્ટમ થઈ શકે.

આ પણ વાંચોઃકેરળ પૂરઃ યુએઈની 700 કરોડની મદદની રજૂઆત પર સીએમનું જૂઠ પકડાયુઆ પણ વાંચોઃકેરળ પૂરઃ યુએઈની 700 કરોડની મદદની રજૂઆત પર સીએમનું જૂઠ પકડાયુ

English summary
unnao gangrape main witness postmartam for reports to know death cause in up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X