ઉન્નાવ રેપ કેસ: દોષી કુલદીપસિંગ સેંગરને 20 ડિસેમ્બરે અપાશે સજા
ઉન્નાવ ગેંગરેપ અને અપહરણના કેસમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સજા માટેના નિર્ણયને દિલ્હીની તીસ હજારી કોર્ટે મોકૂફ રાખ્યો હતો. સજા પર ચર્ચા હવે 20 ડિસેમ્બરે યોજાશે. કોર્ટે સેંગર દ્વારા 2017 ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચમાં દાખલ કરેલા એફિડેવિટની નકલ પણ માંગી છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી કોર્ટે સોમવારે ભાજપને ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને સગીરથી બળાત્કાર અને અપહરણના દોષી ઠેરવ્યા હતા, જ્યારે આ કેસમાં સહ આરોપી શશી સિંહ તમામ આરોપોથી નિર્દોષ જાહેર થયા હતા. સીબીઆઈએ કુલદીપસિંહ સેંગરને વધુમાં વધુ સજા અને પીડિતને વળતર આપવાની માંગ કરી હતી.

2017માં સગીરા સાથે કર્યો હતો બળાત્કાર
વર્ષ 2017 માં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેના સાથીઓએ સગીર બાળકી પર ગેંગરેપ કર્યો હતો. આ ઘટના બાદ પીડિતાના પિતાને પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો. 2018 માં સીબીઆઈએ આ મામલે કેસ નોંધ્યો હતો. કુલદીપ સેંગરની 14 એપ્રિલ 2018 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઈમાં, પીડિતાની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં પીડિત કાકી અને માસીનુ મોત નીપજ્યું હતું. ત્યારબાદ પીડિતા અને તેના વકીલને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ધારાસભ્યના ભાઈની ફરિયાદના આધારે યુવતીના કાકા જેલમાં છે.

સુપ્રીમ કોર્ટે દૈનિક સુનાવણી માટે આપ્યો હતો આદેશ
29 જુલાઈ, 2019 ના રોજ, માર્ગ અકસ્માત કેસમાં કુલદીપસિંહ સેંગર, તેના ભાઈ મનોજસિંહ સેંગર, વિનોદ મિશ્રા સહિત 15-20 અજાણ્યા લોકો પર ગુનો દાખલ થયો હતો. 31 જુલાઈ 2019 ના રોજ, મુખ્ય ન્યાયાધીશે પીડિતાના પત્રની નોંધ લીધી. તેમણે સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલને આ વિલંબ અંગે રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો. 1 ઓગસ્ટ, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટે પાંચ કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કરવા અને કેસની સુનાવણી દરરોજ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી ભાજપે સેંગરને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. 10 ડિસેમ્બર 2019 ના રોજ, તીસ હજારી કોર્ટે સાક્ષીઓની સુનાવણી કર્યા પછી કુલદીપસિંહ સેંગર સામે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

સેંગર દોશી સાબિત, શશી સિંહ નિર્દોષ
16 ડિસેમ્બર 2019 ના રોજ, કુલદીપસિંહ સેંગરને પોક્સોની કલમ 376 અને કલમ 6 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ અંતર્ગત 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. કોર્ટે કહ્યું કે શક્તિશાળી માનવી સામે પીડિતાનું નિવેદન સાચું અને દોષરહિત છે, જ્યારે જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માએ સહ આરોપી શશી સિંહને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે.

સેંગરની સજા પર કોર્ટમાં દલીલ
સેંગરની સજા પર ચર્ચા 17 ડિસેમ્બર 2019 ના રોજ કોર્ટમાં શરૂ થઈ હતી. આ સમય દરમિયાન, સીબીઆઈએ માંગ કરી હતી કે આવા કેસોમાં વધુને વધુ સજા થવી જોઈએ, કારણ કે તે પીડિતા પર શારીરિક હુમલો જ નથી, પરંતુ માનસિક રીતે દુખ પણ પહોંચાડે છે. તે જ સમયે, સેંગરના વકીલે કહ્યું કે સેંગરને વર્ષોથી સમાજના ઉત્થાન માટે ઘણી વસ્તુઓ કરી છે, તેથી તેને ઓછામાં ઓછી સજા થવી જોઈએ.