For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ રેપ કેસમાં રાહુલ ગાંધીએ ષડયંત્રની આશંકા વ્યકત કરી, પીએમ પર નિશાનો

ઉન્નાવ રેપ કેસમાં જે રીતે કે અગત્યના સાક્ષીની મૌત થઇ ગયી ત્યારપછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ષડયંત્રની આશંકા વ્યકત કરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉન્નાવ રેપ કેસમાં જે રીતે કે અગત્યના સાક્ષીની મૌત થઇ ગયી ત્યારપછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ષડયંત્રની આશંકા વ્યકત કરી છે. આપને જણાવી દઈએ કે નાબાલિક સાથે રેપ કરવાના મામલે બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગર કથિત રૂપે આરોપી છે. તેમના પર આરોપ છે કે તેમને નાબાલિક સાથે રેપ કર્યો છે. આખા મામલે જાંચ કરી રહેલી સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સાક્ષીની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર એજન્સીની નહીં, પરંતુ રાજ્ય પોલીસની હતી.

વાંચો: રેપ કેસમાં ફસાયેલા બીજેપી વિધાયક પર હવે હત્યાનો આરોપ લાગ્યો

પેટમાં કોઈ સમસ્યા હતી

પેટમાં કોઈ સમસ્યા હતી

ઉત્તરપ્રદેશ સરકારે સીબીઆઈ સાથે જે માહિતી શેર કરી છે. તેના અનુસાર આ મામલે સાક્ષી યુનિસ માખી ગામમાં પરચુરણની દુકાન ચલાવતો હતો, જ્યાં વિધાયક સેંગર અને પીડિતા રહેતી હતી. યુનિસ છેલ્લા કેટલાક દિવસથી ગાયબ હતો, તેના પેટમાં કોઈ સમસ્યા હતી જેના પછી ગયા અઠવાડિયે તેની મૌત થઇ ગયી. આ ઘટના સામે આવ્યા પછી જર્મનીથી પાછા આવેલા રાહુલ ગાંધી એ ટવિટ કરીને જણાવ્યું કે સાક્ષીની મૌત રહસ્યમય હાલતમાં થયી છે. તેનું પોસ્ટમોર્ટમ કર્યા વિના જ તેને દફન કરી દેવામાં આવ્યો.

રાહુલ ગાંધીએ ટવિટ કર્યું

રાહુલ ગાંધીએ ટવિટ કરીને લખ્યું છે કે શુ આ તમારો આઈડિયા છે, અમને અમારી દીકરી માટે ન્યાય જોઈએ છે, મિસ્ટર 56 ઇંચ. આપણે જણાવી દઈએ કે યુનિસ આ મામલે અગત્યનો સાક્ષી હતો. આ પહેલા રેપ પીડિતાના પિતાની જેલમાં મૌત થઇ ગયી હતી, જેમના પર કથિત રૂપે હથિયાર રાખવાનો આરોપ નોંધવામાં આવ્યો હતો. યુનિસના પરિવારે પોલીસને નિવેદન આપ્યું તેના અનુસાર યુનિસને વર્ષ 2013 દરમિયાન જ પેટમાં સમસ્યા હતી. આ બીમારીને કારણે તેની મૌત થઇ ગયી.

અચાનક યુનિસની મૌત થઇ ગયી

અચાનક યુનિસની મૌત થઇ ગયી

ઉન્નાવ રેપ કેસમાં પીડિત યુવતીના પિતાની 9 એપ્રિલે માખી પોલીસ સ્ટેશને પીટાઈ દરમિયાન મૌત થઇ ગયી હતી. આ મામલે યુનિસ સાક્ષી હતો. યુવતીના કાકા ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીબીઆઈ ઘ્વારા મૃતકનું નિવેદન લેવામાં આવ્યું હતું. ગયા શનિવારે અચાનક યુનિસની મૌત થઇ ગયી. ત્યારપછી કોઈને પણ જાણકારી આપ્યા વિના લાશ દફનાવી દેવામાં આવી.

સાક્ષીની મૌત કોઈ ષડયંત્રનો ભાગ

સાક્ષીની મૌત કોઈ ષડયંત્રનો ભાગ

તેમને જણાવ્યું કે સાક્ષીની મૌત કોઈ ષડયંત્રનો ભાગ હોય શકે છે, તેના વિશે પણ જાંચ થવી જોઈએ. તેમને સીબીઆઈ ને પણ તેના વિશે જાણકારી આપવાની વાત કહી છે. આપને જણાવી દઈએ કે નાબાલિક સાથે રેપ અને તેના પિતાની હત્યાના મામલે બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગર જૂન મહિનાથી જેલમાં બંધ છે. આ કેસમાં એપ્રિલ મહિનાથી તેના ભાઈ અને વધુ એક અન્ય સાથીને પણ જેલમાં રાખવામાં આવ્યા છે.

English summary
Unnao rape case Rahul Gandhi smells conspiracy target PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X